________________
V N N N N N N N N N N N N N N N N N N
બંધાવેલ છે જે અત્યારે “કુમારપાળનું મંદીર” એવા નામથી પ્રસિદ્ધ છે.
આદિશ્વર ભગવાનનું મંદિર સાતશતક જવા છતાં પોતાની મજબુતાઈને કાયમ સાચવી રહેલ છે તેમાં અત્યારે ધોળી ૧૯૦ કાળી ૧૪ અને પીળી ૧૦ એમ એકંદરે ૨૧૪ મૂર્તિઓ છે અને બીજી ગોખમાં છુટક સ્થાપેલી (૧૨૮+ ૪+ ૫) ૧૩૭ જીનપ્રતિમાઓ છે.
આદીશ્વર ભગવાનના મુખ્ય મંદિર સિવાય નાના મોટા સેંકડો દેવાલયો છે જે દરેકની એક સામટી ઓળખાણ માટે “આદીશ્વર ભગવાનની ટુંક’” (રતનપોળ) એવું નામ પ્રચલિત છે.
આ પહેલી ટુંકના મંદિરોમાં બારીકિથી તપાસીયે તો ઘણા ખરા મંદિરો પુરાણા દેખાય છે અને ઘણી મૂર્તિઓ તો સંપ્રતિ રાજાના કાળની છે પરંતુ તેના પુરાવા માટેના કેટલાક શીલાલેખો તીર્થ સંરક્ષક સ્વસ્થાની બેદરકારીથી નાશ પામ્યા હોય એમ માલુમ પડે છે. કેમકે મી. કવાથવેટે લીધેલ શીલાલેખ પણ અત્યારે મોજુદ હોય એમ લાગતું નથી. તેના ઉલ્લેખથી જણાય છે કે - કેશવજી નાયકની ટુંક પાસે(ઇન્સપેકટરી ઓફીસની નજીક) દોલાખાડીની ઉત્તર ભીંતમાં વસ્તુપાલે શત્રુંજયના પગથીયા બંધાવ્યા ની યાદીનો પત્થર ખોડેલ હતો તે તથા સતરમી સદીના શીલાલેખો અત્યારે કયાં છે તે કહી શકાતું નથી.
વળી કેટલાક છુટક સ્થાનોમાં નકરાની પ્રથા પડી જવાથી આરસ ચોડવાની મોહકતામાં આધુનિક સ્થીતિના નવા મંદીરો તૈયાર કરતાં પુરાણીકળાના દ્રષ્યો
૩. કુમારપાળના કાળ સુધી હિંગળાજના હડા નીચે કુમારપાળે કુંડ બંધાવ્યો છે. આ કુમાર કુંડથી ધોળી પરબ સુધીની પાજ બારમી સદીમાં બંધાયેલ છે જે મહામાત્ય વસ્તુપાળે બંધાવી હોય તેમજ જુની પાજનું સમારકામ ર્યું હોય એમ આ લેખથી સમજી શકાય છે અને ધોળી પરબથી જયતલાટી સુધિની પાજ તો આશરે પોણોસો વર્ષ થયાંજ તૈયા૨ થયેલ છે. તે પહેલાં જયતલાટીથી સરસ્વતીની દેરીયે થઇ ધોળી પરબ સુધ પગદંડી જતી હતી.
ઘેટીની પાગનો રસ્તો પણ ચારસો વર્ષ પહેલા બંધાયો હોય એમ ત્યાં માર્ગમાં કોતરેલા અક્ષરો ઉપરથી સમજી શકાય છે,
(૭)
APPAR
Jain Educationa International
PIPIPIRIR
PJJJJJJJJJJJJNY
For Personal and Private Use Only
www.jainelibrary.org