________________
ccccccceed
મજબુત બાંધણી પરિકરો અને શીલાલેખો તોડી નાખેલ છે. આજરીતિના મરામતના ફેરફારને લીધે પ્રાચીન પુરાવાઓ છવાઈ ગયા હોય એમ બનવું શકય છે.
અત્યારે તો શીલાલેખોની અમોલી કિંમત સમજાય છે છતાં અહીંના પ્રાચીન લેખો જાળવવા અને તેને ચિરસ્થાયી કરવા તીર્થ સંરક્ષક કમીટિનું લક્ષ્ય ખેંચાયું નથી તે આશ્ચર્યજનક છે.
ઉપર પ્રમાણેની અડચણો હોવાછતાં કેટલીક યાદીયો આ પ્રમાણે મળી શકે
વાઘેશ્વરની દેરી સં ૧૦૬૪ માં બંધાયેલ છે. ચક્રેશ્વરીના મંદીરમાં ૧૫૮૭ નો લેખ છે.
ત્રીજી ભમતિમાં અષ્ટાપદના મંદિર પાસેના આદિનાથના મંદિરમાં સિંહાસન ઉપર સંવત ૧૩૧૮ ની સાલનો શીલાલેખ છે. આદિનાથ દેરીમાં ૧૩૦૦ નો પણ લેખ છે નંદિવર્ધન મંદીરની ડાબીબાજુની ભીંતમાં બહાર પાર્શ્વનાથની મૂર્તિ ઉપર સં. ૧૩૭૧નો શીલાલેખ છે.
જગતશેઠનું દેરાસર સન ૧૭૪૨ લગભગનું છે-એવું કહેવાય છે કે આ જગતશેઠના ઘરમાંથી ઇસ્વીસન ૧૭૪૨ના એપ્રીલમાં આરીસાના દિવાન મીરહતીબની મરાઠી ટુકડીએ આરકોટ સીક્કાની બેકરોડની લુંટ કરી હતી. છતાં આ લુટની અસર તેને જરાપણ થઇ ન હતી. તેને કુટુંબમાં આશરે૨૦૦૦ માણસો હતા. તે એક ક્રોડ સરકારી દર્શની હુંડી સ્વીકારી શકતો હતો (સીરમુતાખરીન પુ. ૧ પૃષ્ટ ૪૨૬ તથાભોલાનાથ ચંદ્ર ટાવેલ્સ ઓફ હિન્દુ)
નંદીવર્ધન ચૈત્યનો (વિદ્યમાન મુખ્ય મંદિર) રચના કાલ સંવત્ ૧૬૪૬ થી ૧૬૫૦ છે તેને બંધાવનાર ખંભાતી સોની તેજપાલ છે કરમણનો ઉદ્ધાર દેખી તેજપાલને નવું જીનાલય બંધાવવાની ઇચ્છા થઇ હતી તેથી તેમણે અને તેના ચાર મિત્રોએ એકેક જીન ચૈત્ય કરાવેલ છે. આ દરેક બીનાનો શ્રી કમલવિજય શિષ્ય હેમવિજયજીએ લખેલ શીલાલેખ પાસેની ભીંતમાં ચોડેલ છે. (જનરલ બોમ્બે રોયલ એશીયાટીક સોસાઇટી)
(૮)
I J J J J JJJJJJJJJJJNANAANNY
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org