________________
RRRRRRRRRRRRRRRRRRRRR
El g'dari Mela
જે જે સ્થાનોમાં પવિત્ર ક્રિયાઓએ અસ્તિત્વ ભોગવ્યું હોય છે તે તે સ્થાનો છે નિરંતર નિર્મળ-શુદ્ધ રજકણોથી પરિપૂર્ણ હોય છે. આવા સ્થાનોની નિર્મળતા હું એ એટલી બધી બળવાન હોય છે કે, ત્યાં આવનાર હરકોઈ પાપી પ્રાણી ઉપર તેની છે હું સચોટ અસર થઇ તે પ્રાણીની અશુદ્ધતાની વિચારમાળાનો સદંતર નાશ થાય છે -
અર્થાત્ તેની હરકોઈ જીવપર સુંદર ચારિત્રની છાપ પડે છે. આ પવિત્ર સ્થાનની યાદીને માટે ત્યાં કોઈપણ જાતનાં સ્મારક ચિન્હો હોય છે. જે સ્મારકો ઘણીજ પવિત્રતાના સંસર્ગથી “તીર્થ” એ સંજ્ઞાને પામે છે. અર્થાત્ તીર્થ સ્વરૂપ ગણાય છે. વ્યાકરણના નિયમોથી તો “તારયતીતિ તીર્થ” “તારે તે તીર્થ” આ પ્રમાણે તીર્થની વ્યુત્પત્તિ કરાય છે જેનું ઉપરના કથનમાં અનુસંધાન છે.
આ રીતના પવિત્ર સ્થાનો તરીકે પાવાપુરી, ચંપાપુરી, શત્રુંજય, રાજગ્રહી, અયોધ્યા આદિ સ્થાનો સિવાય, કેટલાક દેવી આકર્ષણ શક્તિથી જનતાને પવિત્રતામાં
જોડનાર સ્થાનો અને વિશિષ્ટ પુરૂષોએ પાપની શુદ્ધિ માટે કરેલ જગજાહેર યાદીઓ છે ઉપરાંત કેટલીક ભક્તિથી અપાયેલ ભૂમિકાઓ પણ તીર્થ તરીકે ઓળખાય છે.
જેમાં અંતરીક્ષ, નવખંડા, તારંગા, આબુ, રાણકપુર વિગેરેનો સમાવેશ થાય છે. આવા જૈનોના પવિત્ર તીર્થો અનેક છે. જેનો શીલાલેખો સહિતનો સમસ્ત ઇતિહાસ
લેતાં તો એક મધ્યમ કદનું પુસ્તક તૈયાર થઈ જાય પણ અહીં તો તેમાંથી કેટલાંક છે પ્રસિદ્ધ સ્થાનોનો માત્ર ઇતિહાસ સાલની યાદગીરી સાથે સંક્ષેપમાં લખવા પ્રયત્ન
કરેલ છે. નીચે વર્ણવેલા ઘણાક સ્થળો અત્યારે પણ તીર્થભૂમિકા તરીકે આબાદી ભોગવી રહેલાં છે. જેમાં, શત્રુંજય, ગીરનાર, આબુ, સમેતશિખર અને અષ્ટાપદ મુખ્ય ગણાય છે.
ગળગળાજ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org