________________
RRRRRRRRRRRRRRRRRRRRRSS
શત્રુંજય
આ તીર્થ જૈન તીર્થ તરીકે સૃષ્ટીની સપાટી પર પ્રસિદ્ધીને પામેલું છે. આ તીર્થ ક્યારે સ્થપાયું તેને માટે આદિ કાળ શોધી શકાતો નથી. જેમ હિંદુસ્તાનનો સર્વ પ્રદેશ, સુવર્ણ ભૂમિની માલીકી ધરાવે છે, તેમ આ તીર્થ સર્વ તીર્થોમાં મુગુટની સમાનતાને ધારણ કરે છે. તેમજ આ તીર્થ દરેક બાજુથી પવિત્રતાને પોષી રહ્યું છે. તેનો એક પણ ભાગ એવો નથી કે જે સ્થાનમાં અનેક આત્માઓએ સ્વાત્મદશા પ્રગટ કરી ન હોય.
કાઠીઆવાડમાં ભાવનગરથી ૧૬ ગાઉ અને સોનગઢથી નવ ગાઉ દૂર પાલીતાણા નામે ગામ છે. આ નગર પ્રથમ પાટલીપ્તસૂરિના સમયમાં વસાવેલ છે. તેથી તેનું નામ પાટલીપુર હતું. ત્યાર પછી ભાષાના સંસર્ગમાં રૂપાન્તર પામી હાલ “પાલીતાણા” એ નામથી વિશ્વમાં વિખ્યાતીને પામેલ છે.
પાલીતાણાથીએક માઇલ દૂર જતાં શત્રુંજય પર્વતની તળેટી આવે છે. જ્યાં જે મૂર્શિદાબાદવાળા રાયબહાદૂર ધનપતસિંહજીયે સંવત ૧૯૪૯ મહાસુદી ૧૦ને
શુક્રવારને દીવસે તૈયાર કરેલ વિશાલ જીનાલય મનોહરતાને પોષી રહેલું છે. આ જીનાલય પાસે થઈને પહાડ ઉપર ચડવાનો રસ્તો પસાર થાય છે. શત્રુંજયના મુખ્ય શીખરની ઉંચાઈ ૧૯૭૭ ફીટની છે, તેની ઉપર આલશાન મંદીરોથી, જગજગાયમાન નવટુંકોની ગોઠવણી શોભી રહી છે.
પહેલી ટુંકમાં રાયણ વૃક્ષનું સ્થાન બહુ પ્રાચીન છે. આ સ્થાનમાં વિશ્વપિતા, આદિપુરૂષ પ્રથમ તીર્થંકર આદિનાથ પ્રભુ ઘણીવાર આવેલ છે. જેથી તેની પાદુકાનું સ્થાન તે પ્રાચીન રાયણ નીચે છે. અને તેની પાસે એક ભવ્ય મંદીર બાંધવામાં આવેલ છે. ભરત ચક્રવર્તીએ પ્રથમ સંઘ કાઢીને આવ્યા ત્યારે આ તીર્થમાં ઉપરોક્ત મંદીરના સ્થાને પ્રથમ જીનમંદીર બંધાવ્યું હતું તે અવસરે સૌરાષ્ટ્રમાં શક્તિસિંહ રાજા હતો. શક્તિસિંહે ભરતરાજાની સારી બરદાસ કરી હતી તેથી ભરત ચક્રવર્તી શત્રુંજયની તલેટીમાં આનંદપુર (વડગામ) વસાવીને
ನಾನಿನಿಸಿನಿನನನನನನನನನನನನನನನನನನ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org