________________
૨૮
_જૈન ઈતિહાસ ત્યાં વિવિધ પ્રકારનાં મનોહર ભોજન જમ્યા, અને અમે તો આવું મહાકષ્ટ સહન કરીને આવ્યા, છતાં ગુરુએ સ્થૂળભદ્રજીને જે ઘણું સન્માન આપ્યું, તેનું કારણ એ કે તે મંત્રીના પુત્ર હોવાથી ગુરુમહારાજ પણ તેનો પક્ષપાત રાખતા જણાય છે. એમ વિચારી બીજે ચોમાસે તે સાધુએ ગુરુમહારાજને કહ્યું કે, આ ચોમાસું તો અમે પણ કોશા વેશ્યાની ચિત્રશાળામાં રહેશું. ત્યારે ગુરુએ વિચાર્યું કે, આ સાધુને સ્થૂળભદ્રજીની ઈષ્ય થયેલી છે. એમ વિચારી ગુરુએ વાર્યા છતાં પણ કોશા વેશ્યાને ઘેર ગયા. ત્યારે કોશાએ પણ વિચાર્યું કે આ મુનિ સ્થૂળભદ્રજીની ઈર્ષ્યાથી આવ્યા છે, છેવટે તે મુનિનું મન તો કોશા વેશ્યાનું રૂપ જોઈ ચલાયમાન થયું; પરંતુ કોશાએ તેમને યુક્તિથી પ્રતિબોધીને ગુરુ પાસે મોકલ્યા. ત્યાં તેઓએ ગુરુ પાસે આવી આલોચના લઈ સ્થૂળભદ્રજીની પ્રશંસા કરી. ત્યારબાદ સ્થૂળભદ્રજીએ શ્રી ભદ્રબાહુસ્વામીજી પાસે દશપૂવોં ઉપર બે વસ્તુઓનો અભ્યાસ કર્યો; એક વખતે શ્રી ભદ્રબાહુસ્વામી સ્થૂળભદ્રજી આદિ મુનિઓ સહિત પાટલીપુત્ર નગરમાં પધાર્યા. ત્યારે ત્યાં સ્થૂળભદ્રજીની યક્ષા આદિ બહેનો કે જેમણે દીક્ષા લીધી હતી, તેઓ તેમને વાંદવા માટે આવી; તેઓએ ભદ્રબાહુસ્વામીને વાંદ્યા બાદ ત્યાં સ્થૂળભદ્રજીને નહીં જોવાથી પૂછ્યું કે, હે ભગવન્ સ્થૂળભદ્રજી ક્યાં છે? ત્યારે ભદ્રબાહુસ્વામીજીએ કહ્યું કે, પાછળના ભાગમાં દેવકુળમાં છે; તે સાંભળી તે સાધ્વીઓ ત્યાં જઈ જુએ છે તો એક સિંહને જોયો; કેમ કે સ્થૂળભદ્રજીએ તેમને ત્યાં આવતી જોઈને વિસ્મય પમાડવા માટે સિંહનું રૂપ કર્યું હતું. સિંહને જોઈ તેઓ તો ડરીને પાછી વળી ભદ્રબાહુ સ્વામી પાસે આવી કહેવા લાગી કે, હે ભગવન્! ત્યાં તો એક સિંહ બેઠો છે, અને ખરેખર તે અમારા મોટાભાઈનું ભક્ષણ કરી ગયો હશે. તે સાંભળી ભદ્રબાહુસ્વામીજીએ જ્ઞાનનો ઉપયોગ દઈ તેઓને કહ્યું કે, હવે તમે ફરીને ત્યાં જાઓ, કેમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org