________________
૧૮૪
જૈન ઈતિહાસ
આપી નહીં; ઇત્યાદિ ઘણી દંતકથાઓ તેમના સંબંધમાં સાંભળવામાં આવે છે.
સમયસુંદરજી, વિક્રમ સંવત ૧૬૮૬
શ્રી સમયસુંદરજી મહારાજ શ્રી સકળચંદ્રગણિજીના શિષ્ય હતા, તથા તે લગભગ વિક્રમ સંવત ૧૬૮૬ માં વિદ્યમાન હતા. તે મહાવિદ્વાન થયેલા છે. તેમણે ‘રાજાનો દદતે સૌખ્યું' એ વાક્યના આઠ લાખ જુદા જુદા અર્થ કરીને તેનો એંસી હજાર શ્લોકોના પ્રમાણવાળો ગ્રંથ રચ્યો છે. તેમ જ તેમણે ગાથાસહસ્રી, વિશમવાદશતક, તથા દશવૈકાલિકસૂત્ર ટીકા આદિ ઘણા ગ્રંથો રચેલા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org