Book Title: Jain Itihas
Author(s): Hemratnasuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 205
________________ ૧૮૮ જૈન ઈતિહાસ શેઠ કેશવજી નાયક – વિક્રમ સંવત ૧૯૩૦ આ જૈનોમાં પ્રખ્યાત થયેલા શેઠ કેશવજી નાયક મૂળ કચ્છના રહેવાસી હતા, તથા લાખો રૂપિયાની માલિકી ધરાવતા હતા. જૈનધર્મ પર દઢ શ્રદ્ધાવાળા હતા. તેમણે પોતાના સ્વધર્મીઓને અનેક પ્રકારની મદદ આપી જૈનધર્મની સારી ઉન્નતિ કરેલી છે. લાખો રૂપિયા ખર્ચીને શત્રુંજય પર તેમણે ટુંક બંધાવી છે. તથા યાત્રાળુઓને ઊતરવા માટે તે તીર્થની તળેટીમાં વિશાળ ધર્મશાળા બંધાવી છે. બીજાં પણ ઘણાં લોકોપકારનાં કાર્યો કરીને તેમણે જૈનધર્મની ઘણી ઉન્નતિ કરેલી આપણે જોઈએ છીએ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 203 204 205 206 207 208 209 210