________________
૧૮૭
જૈન ઈતિહાસ ચિકાગોમાં ભરાયેલી ધર્મસભામાં તેમણે મી. વીરચંદ રાઘવજીને મોકલીને અમેરિકામાં પણ જૈનધર્મનો મહિમા ફેલાવ્યો છે. એવી રીતે આ શ્રી વિજયાનંદસૂરિજીએ પણ જૈનધર્મની ઘણી ઉન્નતિ કરેલી આપણે જોઈએ છીએ.
શેઠ પ્રેમચંદ રાયચંદ વિક્રમ સંવત્ ૧૫૦ આ વીરપુરુષ શેઠ પ્રેમચંદ રાયચંદ સુરત શહેરના રહેવાસી હતા. તેઓ કરોડપતિ હતા, તથા જૈનધર્મ પર સંપૂર્ણ શ્રદ્ધાવાન હતા. તેમણે લાખો રૂપિયા ખર્ચીને જગ્યા જગ્યાએ ધર્મશાળાઓ વગેરે અનેક ધર્મનાં કાર્યો કર્યા છે. તેમને નામદાર અંગ્રેજ સરકાર તરફથી પણ ઘણું માન મળ્યું છે. આ વીરપુરુષનું નામ આખા હિંદુસ્તાનમાં પ્રસિદ્ધ છે, કેમ કે તેમણે લોકોપયોગી અને ધર્મનાં અનેક કાર્યો કર્યા છે.
, શેઠ નરશી નાથા આ મહાન પુરુષ શેઠ નરશી નાથા મૂળ કચ્છ દેશના રહેવાસી હતા, તથા ઘણા ધનવાન હતા. જૈનધર્મના ઘણા રાગી હતા. તેમણે પોતાના લાખો રૂપિયા પોતાના સ્વધર્મીઓને સારી સ્થિતિએ લાવવા માટે ખર્ચીને જૈનધર્મની ઉન્નતિ કરેલી છે. કચ્છની જૈન પ્રજામાં તેના ઉપકાર માટે તેમનું નામ પ્રસિદ્ધ પામેલું છે. તેમણે જિનબિંબોની અંજનશલાકા કરાવેલી છે; તથા શત્રુંજય પર વિશાળ ટુંક બંધાવી છે, તથા યાત્રાળુઓ માટે ધર્મશાળા બંધાવી છે. મુંબઈ શહેરમાં પણ ' તેમણે સુંદર જિનમંદિર આદિ બંધાવીને પોતાનું નામ અમર કર્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org