________________
૧૮૨
જૈન ઈતિહાસ શકી નહીં, અને આ મારા જસલાએ જ ઘેર રહીને મને પ્રતિક્રમણ કરાવ્યું. તે સાંભળી ગુરુ મહારાજે આશ્ચર્ય પામી જશવિજયજીની હાથની રેખાઓ જોઈ, અને ત્યારબાદ તેમણે તે ડોશીને કહ્યું કે, તમારો આ પુત્ર તમને કમાઈ ખવરાવે તેવો નથી. પરંતુ તે અમારા ઉપયોગનો છે; કેમ કે તેના હાથની રેખા જોતાં તે એક મહા વિદ્વાન થઈ જૈનશાસનની ઘણી ઉન્નતિ કરશે. પછી તે ડોશીએ પોતાના તે પુત્રને ગુરુમહારાજને સમર્પણ કર્યો. હવે દીક્ષા લીધા બાદ તે શ્રી યશોવિજયજી મહારાજ વ્યાકરણ, તથા સાહિત્ય વગેરેમાં પારંગામી થયા. છેવટે તેમને ન્યાયશાસ્ત્રનો અભ્યાસ કરવાની ઈચ્છા થઈ, તેથી તે પોતાના ગુરુભાઈ વિનયવિજયજીની સાથે વેષ બદલાવી બ્રાહ્મણોનો વેષ લઈ કાશીએ ગયા. તેઓએ વેશ બદલવાની જરૂર એટલા માટે પડી કે, તે સમયમાં કાશીના વિદ્વાનો ઈર્ષાથી જૈનીઓને વિદ્યાભ્યાસ કરાવતા નહોતા. પછી ત્યાં રહી તેઓએ ન્યાયશાસ્ત્રોનો સંપૂર્ણ અભ્યાસ કર્યો. અને તેઓની તીવ્ર બુદ્ધિ જોઈને ત્યાંના પંડિતોએ શ્રી યશોવિજયજી મહારાજને “ન્યાયવિશારદ'નું બિરુદ આપ્યું. છેવટે ત્યાં તેઓ જેમની પાસે અભ્યાસ કરતા હતા, તેને માલુમ પડ્યું કે, આ તો જૈનીઓ છે, તથા તેણે તેઓને પણ પૂછવાથી તેઓએ પણ પોતાનો ખરો વૃત્તાંત કહી બતાવ્યો. છેવટે એક ન્યાયશાસ્ત્ર તેમને ભણવાનું બાકી હતું, અને તેથી તેઓએ પોતાના અધ્યાપકને તે ન્યાયશાસ્ત્ર ભણાવવાની વિનંતી કરતા અધ્યાપકે ના પાડી. ત્યારે તેમણે તે અધ્યાપકને એવી નમ્ર અરજ કરી કે, અમારા પર કૃપા કરીને ફક્ત એક જ વખત અમને તે શાસ્ત્ર પાઠથી સંભળાવો, પછી તે અધ્યાપકે તેમ કર્યાથી તેઓ બંનેએ અર્ધ અર્પે તે શાસ્ત્ર કંઠે રાખી આખું લખી કાઢ્યું. તથા પછી તે વાત અધ્યાપકને પણ જાહેર કરવાથી તે પણ તેઓની બુદ્ધિ જોઈ આશ્ચર્યસહિત આનંદ પામ્યો. આ શ્રી યશોવિજયજી મહારાજના સમયમાં પ્રખ્યાત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org