Book Title: Jain Itihas
Author(s): Hemratnasuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 197
________________ ૧૮૦ જૈન ઈતિહાસ કારભારીનો પાળિયો હાલ પણ જામનગરમાં કલ્યાણજીના મંદિરમાં મોજુદ છે. વળી જે વખારમાં વર્ધમાનશાહે તેને નવ લાખ કોરીઓ. તોળી આપી હતી, તે વખારનું જામનગરમાં માંડવી પાસે રહેલું તે મકાન હાલ પણ નવલખાના નામથી ઓળખાય છે. જામનગરમાં તેમનું ચણાવેલું અત્યંત મનોહર જિનમંદિર હાલ પણ તે સમયની તેમની જાહોજલાલી દેખાડી આપે છે. તેમનું રહેવાનું મકાન લગભગ ત્રણસો વર્ષોનું પ્રાચીન છતાં પણ હાલ અહીં જામનગરમાં તાકફળીયા પાસે વર્ધમાનશાહની મેડીના નામથી હાલ પણ જીર્ણ અવસ્થામાં હયાત છે. તેમણે અનેક પ્રકારનાં જૈનધર્મની ઉન્નતિનાં કાર્યો તથા લોકોપકારનાં કાર્યો કરેલાં છે. આ વર્ધમાનશાહના ગંજાવર જિનમંદિરમાં જતાં રંગમંડપના દરવાજા બહાર ડાબા હાથ પર એક આળીઆમાં તે જિનમંદિર બનાવવાને લગતી હકીકતવાળો શિલાલેખ છે. આ ગંજાવર જિનમંદિરનો વિશાળ રંગમંડપ તેમાં પાથરેલા રંગબેરંગી આરસના પત્થરોથી ઘણો જ શોભિત થયેલો છે. મૂળ મંડપને ફરતી શિખરબંધ બાવન દેરીઓ એક માળાના આકારમાં શોભી રહેલી છે. તે જિનમંદિરમાં દાખલ થવાનો વિશાળ દ૨વાજો ભભકાદાર તાક વળેલા અને શિલ્પ કળાના નાદર નમૂના સરખા ગંજાવર મંડપથી શોભી રહેલો છે. તથા તે એક મોટા શરીયાન રસ્તા પર આવેલો છે; તેથી તે જિનમંદિર સન્મુખ આવતા માણસોને એક ગંજાવર દેવવિમાનનો આભાસ ઉત્પન્ન કરે છે. આ જિનમંદિરનું ઊંચું અને ગંજાવર શિખર તે સમયના કારીગરોની બેહદ શિલ્પકળાનો ખ્યાલ આજે પણ આપણને બતાવી આપે છે. આ જિનમંદિર બંધાવવામાં વર્ધમાનશાહ શેઠને સાત લાખ મુદ્રિકાનો ખર્ચ થયો હતો, એમ તે શિલાલેખમાં લખેલું છે. શ્રી કલ્યાણસાગરસૂરિજીના હાથથી આ જિન મંદિરમાં પાંચસો ને એક જિનપ્રતિમાઓની અંજનશલાકા સહિત પ્રતિષ્ઠા વિક્રમ સંવત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210