________________
જૈન ઈતિહાસ
૧૮૧
૧૬૭૬ વૈશાખ સુદ ત્રીજ અને બુધવારે થયેલી છે. એવી રીતે આ શ્રી વર્ધમાનશાહ શેઠ જૈનધર્મની ઘણી ઉન્નતિ કરનારા થયેલા છે. તે વર્ધમાનશાહના વંશજો આજે પણ જામનગર તથા કચ્છના શહેરોમાં ઘણા વસે છે.
યશોવિજયજી મહોપાધ્યાય, વિક્રમ સંવત ૧૬૮૨
આ મહાવિદ્વાન શ્રી યશોવિજયજી ઉપાધ્યાય લગભગ વિક્રમ સંવત ૧૬૮૨ માં વિદ્યમાન હતા; તે તપાગચ્છમાં થયેલા શ્રીનયવિજયજી મહારાજના શિષ્ય હતા. તેમણે ન્યાયબિંદુ પ્રકરણ, જ્ઞાનસાર, વૈરાગ્ય કલ્પલતા, ન્યાયપ્રવેશિકા, પ્રતિમાશતક, નયપ્રદીપ, અધ્યાત્મસાર, દ્રવ્યાનુયોગતર્ક, દ્રવ્યગુણપર્યાયનો રાસ, તથા અધ્યાત્મમતપરીક્ષા વગેરે એકસો મહાન ગ્રંથો રચેલા કહેવાય છે. તેમને માટે નીચે મુજબ દંતકથા સંભળાય છે. જ્યારે આ શ્રી યશોવિજયજી મહારાજ બાલ્યઅવસ્થામાં હતા, ત્યારે તે પોતાની માતા કે જે હંમેશાં-પ્રતિક્રમણ કરવા માટે ઉપાશ્રયે જતાં હતાં તેમની સાથે તે પણ હંમેશાં જતાં હતાં; અને ત્યાં પ્રતિક્રમણનો પાઠ સાંભળતાં સાંભળતાં જ તેમણે કંઠે થઈ ગયો હતો. એક દહાડો ઘણો વરસાદ પડતો હોવાથી તેની ધાર્મિક માતા દિલગિર થઈ કે આજે તો મારું પ્રતિક્રમણ રહી ગયું. તે સાંભળી આ બાળક યશોવિજયજીએ કહ્યું કે, હે માતાજી ! તમે દિગિર ન થાઓ ! હું તમને અહીં જ પ્રતિક્રમણ કરાવીશ. પછી તેમણે પોતાની માતાજીને ત્યાં અસ્ખલિત રીતે પ્રતિક્રમણ કરાવ્યું. બીજે દિવસે તેમની માતા જ્યારે ગુરુજી પાસે પ્રતિક્રમણ કરવા ગયાં, ત્યારે ગુરુમહારાજે તેમને પૂછ્યું કે, તમે ગઈકાલે પ્રતિક્રમણ કરવા માટે કમ ન આવ્યાં ? ત્યારે તેણીએ જણાવ્યું કે, ગઈકાલે તો ઘણો વરસાદ વરસતો હતો તેથી હું આવી
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org