________________
૯૪
જૈન ઈતિહાસ
આજે આપ્યા બાદ જ ઘેર જઈશ. ત્યારે આચાર્યજીએ કહ્યું કે હે દ્વિજ ! અમારા અને તમારા વચ્ચે એવું લખત થયું છે કે, મારી ઇચ્છા મુજબ તારી પાસેથી હું અર્ધ ભાગ લઉં, માટે હવે અમે નિસ્પૃહીને દ્રવ્યની ઇચ્છા તો નથી, માટે તારે જો તારી પ્રતિજ્ઞા પાળવાની ઇચ્છા હોય, તો તારા બંને પુત્રોમાંથી એક પુત્ર અમને આપ. અને તેમ કરવાની જો તારી ઇચ્છા ન હોય તો તું સુખેથી તારે ઘેર પાછો જા. તે સાંભળી ગભરાયેલા બ્રાહ્મણે દુઃખી થઈ કહ્યું કે, હે ભગવન્ ! મારી પ્રતિજ્ઞાની ખાતર હું તેમ કરીશ. એમ કહી ચિંતાતુર થઈને તે ઘેર ગયો; તથા એક તુટેલા ખાટલા પર વ્યાકુળ થઈ આળોટવા લાગ્યો; એટલામાં રાજદરબારમાંથી આવેલા ધનપાળે પોતાના પિતાને એવી ચિંતાતુર અવસ્થામાં પડેલા જોઈ તેનું કારણ પૂછ્યું, ત્યારે સર્વદેવે કહ્યું કે, હે પુત્ર ! તમારા જેવા ઉત્તમ અને કુલીન પુત્રો હંમેશાં પિતાની આજ્ઞાને મસ્તકે ચડાવવામાં તત્પર જ હોય છે, તથા કરજમાંથી પિતાને મુક્ત કરીને તેને નરકે જતો અટકાવે છે; માટે મને કરજમાંથી છોડાવવો એ તમને યોગ્ય છે; એમ કહી તેણે ધનપાળને પોતાનું સધળું વૃત્તાંત કહ્યું; પરંતુ ધનપાળે તે જૈનદીક્ષા લેવાની ના પાડી. તેથી તે સર્વદેવ બ્રાહ્મણ મનમાં અત્યંત દુ:ખી થયો; એટલામાં તેનો બીજો પુત્ર શોભન ત્યાં આવી ચડ્યો; તેને પણ સર્વદેવે તે વૃત્તાંત કહેતાં જ, તેણે તો તુરત તેમ કરવું કબુલ કર્યું અને કહ્યું કે, હું ખુશીથી દીક્ષા લઈશ; અને મારા મોટા ભાઈ ધનપાળ કુટુંબનો સઘળો બોજો ધા૨ણ ક૨શે. તે સાંભળી સર્વદેવ બ્રાહ્મણ ઘણો જ ખુશ થઈને શોભનની પ્રતિજ્ઞા કરવા લાગ્યો. તથા પછી ભોજન કર્યા બાદ સર્વદેવ બ્રાહ્મણે શોભન સહિત મહેન્દ્રસૂરિજી પાસે આવીને તે શોભનપુત્રને આચાર્યજીના ખોળામાં સોંપ્યો. ત્યારે આચાર્યજીએ પણ તે સર્વદેવ બ્રાહ્મણની આજ્ઞાથી તે જ દિવસે શુભ મુહૂર્તે તેને દીક્ષા આપી. પછી શોભનમુનિ સહિત મહેન્દ્રસૂરિજી પણ ત્યાંથી વિહાર કરીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org