________________
જૈન ઈતિહાસ
૧પ૯ પુસ્તકો લખાવી ભંડાર કરાવ્યા. તે સિવાય સેંકડો દાનશાળાઓ, ધર્મશાળાઓ, કૂવા, વાવ, તળાવ આદિ લોકોપયોગી કાર્યો કરી જૈનશાસનનો ઘણો મહિમા વધાર્યો. વળી તેમણે ઘણા કવિઓને, તથા ભાટચારણોને લાખો સોનામહોરો આપી પોતાની કીર્તિ ફેલાવી. તેઓએ પોતાના સ્વધર્મી જૈનલોકોને પણ ઘણી મદદ કરીને પોતાની અમર કીર્તિ કરી છે. તે સંબધી વિશેષ હકીકત તેમના ચરિત્રમાં આપેલી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org