________________
૧૬૩
જૈન ઈતિહાસ
જિનપ્રભસૂરિ, વિક્રમ સંવત ૧૩૫ આ શ્રીજિનપ્રભસૂરિજી ખરતરગચ્છના સ્થાપનાર શ્રી જિનસિંહસૂરિના શિષ્ય હતા. તેમણે વિક્રમ સંવત ૧૩૬૫ માં અયોધ્યામાં રહીને ભયહર સ્તોત્ર પર તથા નંદિષેણજીએ રચેલા અજીતશાંતિસ્તવ પર ટીકા રચેલી છે. વળી તેમણે સૂરિમંત્રપ્રદેશ વિવરણ, તીર્થકલ્પ, પંચપરમેષ્ટીસ્તવ, સિદ્ધાંતાગમસ્તવ, દ્વયાશ્રય મહાકાવ્ય વગેરે અનેક ચમત્કારી સ્તોત્રો અને ગ્રંથો રચ્યા છે. તેમને એવો નિયમ હતો કે, હંમેશાં એક નવીન સ્તોત્ર રચીને જ આહારપાણી કરવાં. તેમની કવિત્વ શક્તિ અને વિદ્વત્તા અતિ અદ્દભૂત હતી, એમ તેમના ગ્રંથોથી ખુલ્લું જણાય છે. વળી આ શ્રી જિનપ્રભસૂરિજીએ હેમચંદ્રાચાર્યજીએ રચેલી અન્યયોગ વ્યવચ્છેદિકા નામની બત્રીશી પર સાદ્વાદમંજરી નામની ટીકા રચવામાં શ્રી મલ્લિષેણસૂરિજીને મદદ કરેલી છે, એમ તે ટીકાકાર શ્રી મલ્લિષેણસૂરિજી જણાવે છે.
મહેન્દ્રપ્રભસૂરિ, વિક્રમ સંવત ૧૩૯૮ આ આચાર્યજી અંચળગચ્છમાં થયેલા સિહતિલકસૂરિના શિષ્ય હતા, તથા મેરૂતુંગસૂરિના ગુરુ હતા. તેમનો જન્મ વડગામના રહેવાસી આભા નામના શેઠની લીબિણી નામની સ્ત્રીની કુક્ષિએ થયો હતો. જ્યારે તેઓ નાણી નામના ગામમાં ચતુર્માસ રહ્યા હતા ત્યારે ત્યાં વર્ષાઋતુ આવ્યા છતાં પણ વરસાદ નહીં પડવાથી આચાર્યજીએ પોતાના જ્યોતિર્તાનના માહાસ્યથી ચાળીશ દિવસોનું વિપ્ન જાણીને ધ્યાનનો પ્રારંભ કર્યો. અને તેથી ત્યાં ઘણી સારી મેઘવૃષ્ટિ થઈ. એક સમયે તેમને એક મહા ઝેરી સર્પે ડંખ માર્યો. અને તેથી તે શ્રી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org