________________
જૈન ઈતિહાસ
૧૬૧ મહાપ્રભાવિક થયેલા છે, તેમના સમયમાં મંડપદુર્ગમાં પૃથ્વીધરશાહ નામે એક ગરીબ શ્રાવક વસતો હતો, પરંતુ તેને જૈન ધર્મ પર ઘણી શ્રદ્ધા હતી. એક વખતે આ શ્રી ધર્મઘોષસૂરિજી તે નગરમાં પધાર્યા, ત્યારે તે પૃથ્વીધર શ્રાવકે અમુક થોડી રકમનો પરિગ્રહ રાખવા માટે પોતાને નિયમ કરાવવાનું શ્રી ધર્મઘોષસૂરીજીએ કહ્યું. ત્યારે આચાર્યજીએ પોતાના જ્ઞાનથી જાણ્યું કે, આ શ્રાવકને થોડી જ મુદતમાં ઘણું ધન પ્રાપ્ત થવાનું છે, એમ જાણી તેને કહ્યું કે, તે પૃથ્વીધર ! હાલ તમે થોડી મુદત બાદ તે વ્રત ગ્રહણ કરજો. ત્યાર બાદ થોડી જ મુદતમાં તે પૃથ્વીધર શેઠ તે મંડપાચળના રાજાના પ્રધાન થયા અને તેમની પાસે ઘણું ધન એકઠું થયું. પછી તે પૃથ્વીધર શેઠે શ્રી ધર્મઘોષસૂરિજીના ઉપદેશથી ચોર્યાસી જિનમંદિરો બંધાવ્યાં, તથા સાત જ્ઞાનભંડાર કરાવ્યા. શત્રુંજય પર ઘણું દ્રવ્ય ખર્ચીને તેણે જિનમંદિરો બાંધ્યાં. બત્રીસ વર્ષની ઉંમરમાં જ તેમણે ચોથા વ્રતનાં પચ્ચખાણ કર્યા. તેને એક ઝાંઝણ નામે પુત્ર હતો, તે પણ મહા ભાગ્યશાળી તથા જૈનધર્મ પર દઢ શ્રદ્ધાવાળો હતો. તેણે પણ ઘણાં ઉત્તમ કાર્યો કરી જૈનશાસનનો મહિમા વધાર્યો, બોત્તેર હજાર રૂપિયા ખર્ચીને તેણે શ્રી ધર્મઘોષસૂરિજીનો મંડપદુર્ગમાં પ્રવેશ મહોત્સવ કર્યો હતો. આ શ્રી ધર્મઘોષસૂરિજી મહારાજ મંત્રતંત્ર આદિ વિદ્યાઓમાં પારંગામી હતા. આ આચાર્યજીએ સંઘાચારભાષ્યવૃત્તિ, આદિ અનેક ગ્રંથો રચ્યા છે.
શ્રી સોમપ્રભસૂરિ, વિક્રમ સંવત ૧૩૩૨ શ્રી ધર્મઘોષસૂરિજીની પાટે શ્રી સોમપ્રભસૂરિ થયા. આ આચાર્યજી મહાવિદ્વાન થયા છે; અગ્યારે અંગો અર્થ સહિત તેમને કંઠે હતા. તેમણે જિનકલ્પસૂત્ર આદિ ઘણા ગ્રંથો રચેલા છે. તેમણે કંકણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org