________________
પ્રકરણ - ૨૩
વિક્રમ સંવત ૧૪૦૧ થી ૧૫૫૦ (દેવસુંદરસૂરિ, સોમસુંદરસૂરિ, રાણકપુરનું જિનમંદિર, મુનિસુંદરસૂરિ, રત્નાશેખરસૂરિ, લેપકોની ઉત્પત્તિ)
દેવસુંદરસૂરિ, વિક્રમ સંવત ૧૪૦૪ આ શ્રીદેવસુંદરસૂરિજી શ્રી મહાવીર પ્રભુ પછી ઓગણપચાસમી પાટે થયા છે. તે મોટા યોગાભ્યાસી તથા મંત્રતંત્રોને જાણનારા હતા; નિમિત્તશાસ્ત્રના પારંગામી હતા. તથા રાજમંત્રી આદિથી પૂજનીય હતા. તેમને વિક્રમ સંવત ૧૪૨૦માં સૂરિપદ મળ્યું હતું. તેમને ચાર શિષ્યો હતા.
સોમસુંદરસૂરિ, વિક્રમ સંવત ૧૪૫૦ આ શ્રી સોમસુંદરસૂરિજી શ્રી દેવસુંદરસૂરિજીની પાટે થયા. તેમનો અઢારસો સાધુઓનો ક્રિયાપાત્ર પરિવાર હતો. તે જોઈ ઈર્ષાળુ પાખંડીઓએ તેમનો વધ કરવા માટે વિચાર્યું, તથા કેટલાક લફંગા, માણસોને પાંચસો રૂપિયા આપવા ઠરાવીને તેમને મારવા માટે મોકલ્યા.
જ્યારે તેઓ મારવાને તૈયાર થયા, ત્યારે રાત્રિએ ચંદ્રના અજવાળામાં તેઓએ જોયું કે, આચાર્યજીએ રજોહરણથી પૂજીને પાસું બદલ્યું. તે જોઈને તેઓના મનમાં એવો વિચાર થયો કે આ તો નિદ્રામાં પણ આવાં સૂક્ષ્મ જીવોની દયા કરે છે, અને આપણે તેમને મારવા આવ્યા છીએ, એ કેવું નિર્દય કામ છે? એમ વિચારી તેઓએ આચાર્યજીના પગમાં પડીને પોતાના અપરાધની ક્ષમા માગી. આ શ્રી સોમસુંદરસૂરિજી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org