________________
૧૭ર
જૈન ઈતિહાસ શ્રી વિજયદાનસૂરિ, વિક્રમ સંવત ૧૫૮૦ શ્રી આનંદવિમળસૂરિજીની પાટે શ્રી વિજયદાનસૂરિ થયા, જેમણે : ખંભાત, અમદાવાદ, મહેસાણા તથા ગંધાર આદિમાં જિનબિંબોની પ્રતિષ્ઠા કરી. વળી જેમના ઉપદેશથી બાદશાહના મંત્રી ગલરાજાએ શત્રુંજય તીર્થનો મોટો સંઘ કાઢ્યો હતો; તેમ તેમના જ ઉપદેશથી : ગંધારના શ્રાવક રામજી શાહે તથા અમદાવાદના શ્રાવક કુંવરજી શાહે શત્રુંજય પર ચૌમુખ અષ્ટાપદાદિ જિનમંદિર બંધાવ્યાં, અને ગિરનારજીના મંદિરોનો જિર્ણોદ્ધાર કરાવ્યો. તેમણે ગુજરાત, મારવાડ, કચ્છ, માળવા આદિમાં વિહાર કરી ઘણા માણસોને પ્રતિબોધ્યા; આ આચાર્યજી ઘણા જ પ્રતાપી થયેલા છે.
શ્રી હીરવિજયસૂરિ, વિક્રમ સંવત ૧૬૧૦ શ્રી વિજયદાનસૂરિજીની પાટે શ્રી હીરવિજયસૂરિજી થયા. આ આચાર્યજી મહાપ્રભાવિક થયા છે, તેમનું વૃત્તાંત નીચે મુજબ છે. ગુજરાતમાં આવેલા પાલણપુર નામના નગરમાં કુંરાશાહ નામે એક જૈનધર્મી વણિક રહેતો હતો; તેને નાથી નામે એક મહાસૌભાગ્યવંતી સ્ત્રી હતી. તેણીની કુક્ષિાએ વિક્રમ સંવત ૧૫૮૩ માં શ્રી હીરવિજયસૂરિજીનો માગશર સુદ નોમને દિવસે જન્મ થયો હતો. કાર્તિક વદી બીજને દિવસે પાટણમાં તેમણે દીક્ષા લીધી હતી, તથા વિક્રમ સંવત ૧૬૫૦ માં શિરોહીમાં તેમને આચાર્ય પદવી મળી હતી. તેમના ઉપદેશથી ખંભાતના સંઘે એક કોડ રૂપિયા ધર્મકાર્યોમાં ખરચ્ય; તેમણે હજારો જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરેલી છે. તેમના ઉપદેશથી સેંકડો લ્પકમતિઓએ તે કુમતને છોડીને શુદ્ધ ધર્મ અંગીકાર કર્યો છે. વળી, તેમની ઉ૫રથી દિલ્હીના એBખેર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org