________________
પ્રકરણ - ૨૫
વિક્રમ સંવત ૧૫૧ થી ૧૦૦૦ (પદ્મસુંદરગણિ, જિનસિંહસૂરિ, જિનરાજસૂરિ, આનંદઘનજી, કલ્યાણસાગરસૂરિ, વર્ધમાનાશાહ,
યશોવિજયજી, સમયસુંદરજી)
પદ્મસુંદરગણિ, વિક્રમ સંવત ૧૬૦ આ ગ્રંથ કર્તા તપાગચ્છની નાગપુરીય શાખાના પામેરૂના શિષ્ય હતા. તેમણે રાયમલ્લાન્યુદય મહાકાવ્ય, ધાતુપાઠ, પાર્શ્વનાથ કાવ્ય, જંબૂસ્વામી કથાનક વગેરે અનેક ગ્રંથો રચ્યા છે. વળી તેમણે દિલ્હીના બાદશાહ અકબરની સભામાં ધર્મવિવાદમાં એક મહાપંડિતનો પરાજય કર્યો હતો, અને તેથી અકબર બાદશાહે તેમને એક હાર, એક ગામ, તથા સુખાસન વગેરે વસ્તુઓ ભેટ આપી હતી.
જિનસિંહસૂરિ, વિક્રમ સંવત ૧૬૦૦ આ આચાર્ય ખરતર ગચ્છમાં થયેલા જિનરાજસૂરિના શિષ્ય હતા. તેમનો જન્મ વિક્રમ સંવત્ ૧૬૧૫ માં, દીક્ષા ૧૬૨૩ માં, સૂરિપદ ૧૬૭૦માં તથા તેમનું સ્વર્ગગમન ૧૬૭૪માં થયું હતું. તેમને વિક્રમ સંવત ૧૬૪૯ માં દિલ્હીના બાદશાહ તરફથી ઘણું માન મળ્યું હતું. વળી, જોધપુરના રાજા સુરસિંહજી તથા તેમનો પ્રધાન કર્મચંદ્ર તેમને ઘણું ચાહતા હતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org