________________
જૈન ઈતિહાસ
૧૭૬
જિનારાજસૂરિ, વિક્રમ સંવત ૧૬૦૪ આ શ્રી જિનરાજસૂરિ નામના આચાર્ય ખરતરગચ્છમાં થયેલા છે; તે પણ પ્રભાવિક હતા, તેમણે ઘણી જગાએ જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી છે. દાખલા તરીકે એક શત્રુંજય તીર્થમાં જ તેમણે પાંચસો એક પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી છે. વળી તેમણે નૈષધીય કાવ્ય પર જિનરાજી નામની ટીકા રચેલી છે, તેમ તેમણે બીજા પણ ઘણા ગ્રંથો રચ્યા છે. વિક્રમ સંવત ૧૬૯૯ માં પાટણમાં તેમનું સ્વર્ગગમન થયું છે.
આનંદઘનજી મહારાજ, વિક્રમ સંવત ૧૬૦૫ આ પ્રખ્યાત અધ્યાત્મજ્ઞાની શ્રી આનંદઘનજી મહારાજ લગભગ વિક્રમ સંવત ૧૬૭પ માં વિદ્યમાન હતા. તે પરમ વૈરાગ્યવાન યોગના પારંગામી તથા અધ્યાત્મશાસ્ત્રમાં નિપુણ હતા. એમ તેમણે રચેલાં પદો પરથી માલુમ પડે છે. વળી તેમની પાસે ચમત્કારી વિદ્યાઓ પણ હતી, એવી પણ દંતકથા છે. તેમણે રચેલાં પદોનો ભાવાર્થ ગહન અને અધ્યાત્મજ્ઞાનથી ભરેલો છે. '
કલ્યાણસાગરસૂરિ, વિક્રમ સંવત ૧૬૦૬ આ આચાર્યજી અંચલગચ્છમાં થયેલા શ્રી ધર્મમૂર્તિસૂરિજીના શિષ્ય હતા. તથા તેઓ વિક્રમ સંવત ૧૬૭૬ માં વિદ્યમાન હતા. કેમ કે તેમણે તે સાલમાં કાઠિયાવાડમાં સમુદ્ર કિનારે આવેલા જામનગરમાં વસતા લાલણ ગોત્રના મહા ધનાઢ્ય વર્ધમાનશાહ નામના ઓસવાલે બનાવેલા અપૂર્વ જિનાલયમાં જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવેલી છે;
Jain Education International
.. For Personal & Private Use Only
www.jainelibrary.org