________________
જૈન ઈતિહાસ
૧પ૭ તેજપાળની સ્ત્રી અનુપમાદેવી નામે હતી, તે મહાચતુર અને ડાહી હતી; તેણીએ તેઓને કહ્યું કે, દ્રવ્ય છુપાવવાથી કંઈ ફાયદો નથી, દ્રવ્યને તો જેમ સહુ દેખે તેવી રીતે રાખવું, અને તે પણ દેખતાં છતાં કોઈ તેને લઈ શકે નહીં તેમ રાખવું. એટલે કે તે દ્રવ્યને પર્વતના શિખર પર ઊંચી જગ્યાએ જિનમંદિરો બંધાવી ખર્ચવું, જેથી આ લોકમાં આપણી કીર્તિ અમર રહેશે, અને પરલોકમાં જિનભક્તિ કરવાથી મોક્ષરૂપી ફળ મળશે. અનુપમાદેવીની આ સલાહ તે બંને ભાઈઓને પસંદ પડી. તેથી તેઓએ આબુના ઊંચા પહાડ પર જ્યાં પૂર્વે વિમળશાહ મંત્રીએ જિનમંદિર બંધાવ્યું હતું, ત્યાં ઉત્તમ કારગિરીનું જિનમંદિર બંધાવવાનો તેઓએ વિચાર કર્યો. એમ વિચાર કરી તેઓ દ્રવ્ય લઈ ધોળકામાં સંઘ સહિત આવ્યા; તથા સકળ સંઘને મહોત્સવ પૂર્વક ઘણી પહેરામણી આપી સ્વામિવાત્સલ્ય કર્યું. ત્યારબાદ તેઓએ આબુ પર્વત પર જિનમંદિર બાંધવાનો પ્રારંભ વિક્રમ સંવત ૧૨૮૩ માં કર્યો. તથા શોભન નામના એક મહાહોશિયાર કારીગરની દેખરેખ નીચે કામ ચાલવા માંડ્યું; તે કામ ચલાવતી વખતે તેઓએ દ્રવ્યના ખર્ચ માટે જરા પણ મનમાં સંકોચ
ર્યો નહીં. થોડો ભાગ તૈયાર થયા બાદ એક સમયે તેજપાળ મંત્રી : તથા તેમની સ્ત્રી અનુપમાદેવી તે જોવા માટે આબુ પર ગયાં; પરંતુ
હજુ બાકીનું ઘણું કામ અધૂરું જોઈને અનુપમાદેવીએ શોભન સલાટને કહ્યું કે, તે કારીગર ! હજુ કામ તો ઘણું અધુરૂં છે, માટે જેમ બને તેમ - તુરત કામ કરો. ત્યારે શોભન સલાટે કહ્યું, કે હે માતાજી ! આ
ગરમીની ઋતુ છે, જેથી મધ્યાહન સમયે કામ બંધ રાખવું પડે છે. વળી, સઘળા કારીગરો પ્રભાતમાં આવી કામે વળગે છે, પછી તેઓ
સઘળા ભોજન કરવા માટે પોતપોતાને ઘેર જાય છે. ત્યારબાદ સપ્ત - તાપને લીધે છેક પાછલે પહોરે કાર્ય શરૂ થાય છે. વળી અમારા મંત્રીરાજ આ સમયે સંપૂર્ણ દ્રવ્યપાત્ર છે, તો કદાચ બે ચાર વર્ષ વધારે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org