________________
૧૫૬
જૈન ઈતિહાસ
થતષ વસ્તુપાળ-તેજપાળ, વિક્રમ સંવત ૧૨૩૦ થી ૧૨૫
આ વસ્તુપાળ અને તેજપાળ બંને પોરવાડ જ્ઞાતિના જૈનધર્મ પાળનારા વણિકો હતા. તેમના પિતાનું નામ અશ્વરાજ હતું. તેઓ બંને મહાચતુર અને શૂરવીર તથા વિદ્વાન હતા. તેઓને હોશિયાર જાણી ગુજરાતના રાજા વિરધવલે પોતાના પ્રધાનો કર્યા ત્યારે તેઓએ પોતાની હોશિયારીથી વિરધવલનું રાજય વધારવામાં ઘણી મદદ કરી. તેઓ લડાઈમાં મહાશૂરવીર હોવાથી ઘણા રાજાઓને હરાવી ઘણી દોલત એકઠી કરી. એક વખતે તેઓ ધોળકાથી મોટો સંઘ કાઢી શત્રુંજય તીર્થયાત્રા માટે જવા લાગ્યાં; તે વખતે તેમની સાથે ઘણું દ્રવ્ય હતું. તે લાગ જોઈ કેટલાક ભીલ લુંટારાઓએ એકઠા થઈ તેમને લુંટવાનો વિચાર કરી રાખ્યો હતો, આ બાબતની તે બંને મંત્રીશ્વરોને અગાઉથી ખબર મળવાથી તેઓએ ધંધુકા નજદીક હડાળા ગામ પાસે એક વૃક્ષની નીચે ખાડો ખોદી તેમાં પોતાનું દ્રવ્ય છુપાવવા માંડ્યું; પરંતુ તે ખાડો ખોદતાં તો તેમાંથી ઊલટું ઘણું જ દ્રવ્ય નીકળ્યું. પછી તે નિકળેલું દ્રવ્ય તથા પોતાની સાથેનું દ્રવ્ય, એ બંને દ્રવ્યોને ત્યાં ગુપ્ત રીતે દાટીને તેઓએ આગળ પ્રયાણ કર્યું. તેમના પુણ્યના બળથી તે લુંટારૂઓ પણ પોતાનો વિચાર ફેરવીને ડરથી નાસી ગયા. મંત્રીઓએ નિર્વિઘ્નપણે સંઘ સહિત શત્રુંજય પર જઈ ઘણા જ ભાવથી યાત્રા કરી, તથા ત્યાં જિનમંદિરો બંધાવી અઢાર ક્રોડ છન્નુ લાખ સોનામહોરોનો ખર્ચ કર્યો. ત્યાંથી ગિરનાર પર જઈ ત્યાં પણ ભાવથી યાત્રા કરી, તેમણે બાર ક્રોડ એસી લાખ સોનામહોરો ખર્ચો નવાં જિનમંદિરો બંધાવ્યાં. એવી રીતે શાંતિથી યાત્રા કરી ત્યાંથી પાછા વળી તેઓ ધંધુકા પાસે હડાળા ગામની નજદીક જયાં દ્રવ્ય છુપાવ્યું હતું ત્યાં આવ્યા; અને તે સઘળું દ્રવ્ય કાઢીને તેઓ વિચારવા લાગ્યા કે, હવે આ દ્રવ્યનું આપણે શું કરવું?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org