________________
પ્રકરણ - ૧૯
(હેમચંદ્રજીને સૂરિપદ, હેમચંદ્રસૂરિજી અને સિદ્ધરાજ, સિદ્ધરાજ અને કુમારપાળ, કુમારપાળે ભોગવેલાં સંકટો)
હેમચંદ્રજીને સૂરિપદ, વિક્રમ સંવત ૧૧૬૬ એક વખતે તે સોમદેવ મુનિ વિહાર કરતાં કરતાં નાગપુરમાં ગુરુમહારાજની સાથે પધાર્યા. તે નગરમાં એક ધનદ નામે વણિક . રહેતો હતો. તે પૂર્વભવના કર્મના ઉદયથી નિધન થયો હતો. એક સમયે તેણે ઘરની જમીન ખોદવાથી તેમાંથી કોલસાનો ઢગલો નીકળ્યો, તે કોલસા તેણે કાઢીને પોતાના આંગણા આગળ તેનો ઢગલો કરી રાખ્યો હતો. એક દિવસે ત્યાં તે સોમદેવ મુનિ ગુરુ સાથે ગોચરી માટે તે ધનદને ઘેર આવ્યા ત્યારે ધનદે દિલગીરીથી કહ્યું કે, હે ભગવન્! મારા નિર્ધનના ઘરમાં તો આ વખતે જુવારની ઘેંસ રાંધી છે, તે આપને દેતાં મને શરમ આવે છે; ત્યારે સોમદેવ મુનિએ ગુરુમહારાજને ગુપ્ત રીતે કહ્યું કે, આ વણિકના આંગણામાં તો સોનામહોરોનો ઢગલો પડ્યો છે, છતાં તે પોતાને નિર્ધન કેમ જણાવે છે? ત્યારે ગુરુમહારાજે જાણ્યું કે, આ સોમદેવ મુનિના સ્પર્શથી ખરેખર આ કોલસાનો ઢગલો સોનામહોરોનો થશે, એમ વિચારી તેમણે તે ઢગલા પર સોમદેવ મુનિને બેસવાનું કહ્યું, અને તેમ કર્યાથી તુરત તે કોલાસાનો ઢગલો સોનામહોરોનો થઈ ગયો. તે જોઈ ધનદ ઘણો ખુશ થયો; અને ગુરુમહારાજને વિનંતી કરવા લાગ્યો, કે આ સોમદેવ મુનિના પ્રભાવથી હું ધનપાત્ર થયો છું, માટે આ મુનિરાજને આપ અહીં આચાર્ય પદવી આપો. અને તે માટેનો સઘળો મહોત્સવ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org