________________
જૈન ઈતિહાસ
૧૪૯
લોકોનું વૈર વાળીશ. એવી રીતે ભૂખ્યા તરસ્યા કુમારપાળ તો ત્યાંથી આગળ ચાલ્યા, એવામાં તેમને એક વણિક મળ્યો. તે વણિક પોતાના ખભા પર ઘીની કેટલીક કુલડીઓ લઈને બહારગામ જતો હતો. પછી માર્ગમાં તે વણિકને રસોઈ કરવાની તૈયારી કરતો જોઈને કુમારપાળે તેને બળતણ તથા પાણી લાવી આપ્યું. આથી તે ઉદાર વણિકે રસોઈ કરીને પ્રથમ કુમારપાળને જમાડ્યા, પછી પોતે જમ્યો. ત્યારે કુમારપાળે તેની સ્તુતિ કરીને કહ્યું કે, હે ગુણવાન વણિક ! મારું નામ કુમારપાળ છે, અને જ્યારે મને રાજ્ય મળે ત્યારે તું તુરત મારી પાસે આવજે, હું તારી સારી રીતે ભક્તિ કરીશ. એમ કહી કુમારપાળ તો આગળ ચાલ્યા. એવામાં તેમને ખબર મળ્યા કે સિદ્ધરાજ મૃત્યુ પામ્યો; તેથી તે જેમ બને તેમ તુરત પાટણમાં આવ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org