________________
100
જેને ઈતિહાસ વિદ્વાનો તો આ દેશમાં જ દેખાય છે. પછી તે અધ્યાપકે આ વાત ભોજરાજાને કહેવાથી તેને ક્રોધ ચડ્યો, તેથી તેણે પોતાની સભાના. પંડિતોને બોલાવી કહ્યું કે, તમારે આવતી કાલે સૂરાચાર્યને ધર્મવાદમાં જીતવા. પછી વળતે દિવસે રાજાએ પોતાના વિદ્વાનોને એકઠા કરીને સૂરાચાર્યજીને ઘણા સન્માનથી બોલાવી તે વિદ્વાનો સાથે ધર્મવાદ કરવાનું કહ્યું. ત્યારે આચાર્યજીએ પણ પોતાના પ્રબળ જ્ઞાનથી તે સર્વ વિદ્વાનોનો પરાજય કર્યો; આથી રાજાને મનમાં ઘણો જ ગુસ્સો થયો; પરંતુ તે સમયે તેણે તે જણાવ્યો નહીં, પણ ઉલટી આચાર્યજીની પ્રશંસા કરી. પછી આચાર્યજી જ્યારે ઉપાશ્રયે પધાર્યા, ત્યારે ધનપાળ પંડિતે હાથ જોડીને તેમને કહ્યું કે, હે ભગવન્! આપણા જૈનશાસનની ઉન્નતિથી તો મને હર્ષ થયો છે, પરંતુ આ ભોજરાજા પોતાની સભાના પંડિતોને જીતનારને મારી નાખે છે, તેથી મને આ સમયે ઘણી જ દિલગિરિ થાય છે. હવે હું જ્યારે આપને ચેતાવું ત્યારે આપે છુપા વેષથી મારે ઘેર પધારવું; કે જેથી હું છુપી રીતે આપને ગુજરાતમાં મોકલી આપીશ. એમ કહી ધનપાળ પંડિત ગયા બાદ રાજાએ સૂરાચાર્યજીને જયપત્ર આપવાના મિષથી માણસો મોકલી બોલાવ્યા. તે જ વખતે ધનપાળે પણ આચાર્યજીને ચેતાવ્યું કે, આજે રાજા દગો કરનાર છે, માટે ગુપ્ત વેશે આપે મારે ઘેર પધારવું. પછી આચાર્યજીએ તે રાજાના માણસોને કહ્યું કે, હું આહારપાણી કરીને મધ્યાહન સમયે રાજાની સભામાં આવશે. તે સાંભળી તે માણસો
ત્યાં ઉપાશ્રયને ઘેરીને બેઠાં. પછી આચાર્યજીએ એક વૃદ્ધ મુનિને સિંહાસન પર બેસાડ્યા, અને પોતે શ્રાવકનો વેષ લઈ જ્યારે બહાર જવા માંડ્યું, ત્યારે રાજાનાં માણસોએ તેમને અટકાવ્યા. ત્યારે તેમણે કહ્યું કે, હું તો આ નગરનો એક શ્રાવક છું, અને સૂરાચાર્યજી તો અંદર સિંહાસન પર બેઠા છે, વળી મને પાણીની બહુ તરસ લાગી છે, માટે પાણી પીવા જાઉં છું. તે માણસોએ વેષ બદલવાથી બરોબર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org