________________
૧૨૮
જૈન ઈતિહાસ ખરેખર તેમની પાસે હોવો જોઈએ; એમ વિચારી તે શેઠે તે મુનિઓને ધર્મનું સ્વરૂપ પૂછ્યું, ત્યારે તેઓએ કહ્યું કે, અહીં ઉપશ્રયમાં રહેલા અમારા ગુરુ મહારાજ આપને તે સત્ય ધર્મનું સ્વરૂપ સમજાવશે. ત્યારે તે લલ્લુ શેઠે ત્યાં જઈ શ્રી જીવદેવસૂરિજીને ધર્મનું સ્વરૂપ પૂછ્યું, ત્યારે તેમણે પણ તે શેઠને યોગ્ય જાણીને દયામય જૈન ધર્મનું સ્વરૂપ કહી દેખાડ્યું. તે સાંભળી તે લલ્લુ શેઠે સમ્યક્ત સહિત શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. પછી તે લલ્લુ શેઠે શ્રી જીવદેવસૂરિજીના ઉપદેશથી પિષ્પકલક નામના ગામમાં એક સુંદર જૈન મંદિર બંધાવ્યું તથા તે ધર્મમાં અત્યંત દઢ થયો. એવી રીતે તે લલ્લુ શેઠને જૈનધર્મમાં અત્યંત આસક્ત થયેલો જાણીને બ્રાહ્મણોને ઘણી ઈર્ષા થઈ, તેથી ગોચરી આદિ માટે જતા જૈન સાધુઓને તેઓ સંતાપવા લાગ્યા. એક દિવસે તે દુષ્ટ બ્રાહ્મણોના છોકરાઓએ એક મૃત્યુની અણી પર આવેલી ગાયને ગુપ્ત રીતે એક જૈન મંદિરમાં ઘુસાડી દીધી. પ્રભાતે ગાયને જિનમંદિરમાં મત્યુ પામેલી જોઈને, શ્રી જીવદેવસૂરિજીએ પરકાયપ્રવેશ નામની વિદ્યાથી તેણીને તુરંત ઉઠાડીને બ્રાહ્મણોના મંદિરમાં બ્રહ્માની મૂર્તિ પાસે જ દાખલ કરી, તથા તે ગાય ત્યાં મૃત્યુ પામી. ત્યારે તે બ્રાહ્મણો એકઠા થઈ વિચારવા લાગ્યા કે હવે આપણે શું કરવું? આ ગાયને તો શ્રી જીવદેવસૂરિજી સિવાય કોઈ અહીંથી જીવતી કાઢી શકે તેમ નથી, પરંતુ આપણે તો તેમના પર ઈર્ષા રાખી તેમના સાધુઓને સંતાપીએ છીએ, માટે આપણું આ કાર્ય તે કરી આપશે નહીં. પરંતુ જો આપણે વિનયથી માફી માગીને તેમને વિનંતી કરશું તો તે આપણું કાર્ય કરી આપશે. એમ વિચારી તેઓ એકમત થઈ આચાર્યજી પાસે આવ્યા, તથા હાથ જોડી આચાર્યજીને સર્વ વૃત્તાંત કહી કહ્યું કે, આપ કૃપા કરીને આ ગાયને જીવતી બ્રહ્મશાળામાંથી કાઢો. તે સાંભળી આચાર્ય મહારાજ જ્યારે મૌન રહ્યા ત્યારે લલ્લું શ્રાવકે તેઓને કહ્યું કે, હે બ્રાહ્મણો ! તમે જૈનધર્મ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org