________________
પ્રકરણ
સાજનદે અને મહારાજ સિદ્ધરાજ જયસિંહ તથા હેમચંદ્રાચાર્યની દીક્ષા
-
Jain Education International
૧૮
સાજનદે અને મહારાજા સિદ્ધરાજ જયસિંહ
ગુજરાતમાં આવેલા ઉંદિરા નામના ગામમાં સાજનદે નામનો એક વણિક વસતો હતો. દૈવયોગે નિર્ધન થવાથી તે ખંભાતમાં ગયો. માર્ગમાં સકરપુર નામના ગામમાં એક રંગારી ભાવસારના ઘરમાં તે ઊતર્યો. તે ઘર પાસે તેણે એક સોનામહોરોથી ભરેલી કડા જોઈને તે રંગારીને તેણે કહ્યું કે આ દ્રવ્ય તમારું છે, માટે તમે તે ગ્રહણ કરો. તે સાંભળી તે રંગારીએ વિચાર્યું કે, આ દ્રવ્ય ખરેખર આ સાજનદેના ભાગ્યનું છે; કેમ કે મેં તેની ઘણી શોધ કર્યા છતાં પણ તે મને મળ્યું નહીં. પછી તણે સાજનદેને કહ્યું કે, આ દ્રવ્ય મારા ભાગ્યનું નથી, પરંતુ તમારા ભાગ્યનું છે, માટે તમે તે ગ્રહણ કરો. પછી તે દ્રવ્ય સાજનદેએ પોતે નહીં લેતા, તેણે તે મહારાજ સિદ્ધરાજને સમર્પણ કર્યું; ત્યારે સિદ્ધરાજે પણ તેને શુદ્ધ શ્રાવક જાણીને તેની પ્રશંસા કરીને તેને સોરઠ દેશના સૂબા તરીકે સ્થાપ્યો. એક વખતે તે સાજન ગિરનારજીના પવિત્ર પર્વત પર ચડ્યો, પણ ત્યાં શ્રી નેમિનાથ પ્રભુ આદિના જિનમંદિરોને જીર્ણ થયેલાં જોઈ તેને સંતાપ થયો; અને વિચાર્યું કે, જો હું આ જિનમંદિરોનો ઉદ્ધાર ન કરાવું તો ખરેખર મારા જીવંતરને ધિક્કાર છે. એમ વિચારી સોરઠ દેશની ઊપજ તરીકે આવેલી સાડી બાર ક્રોડ સોનામહોરો ખર્ચીને તેણે ત્યાં જિનમંદિરોનો ઉદ્ધાર કરાવ્યો. પછી તેણે વિચાર્યું કે, રાજાનું દ્રવ્ય ખર્ચીને મેં આ
For Personal & Private Use Only
www.jainelibrary.org