________________
૧૩૬
જૈન ઈતિહાસ
૧૨૩૩ માં કલ્યાણ નામના નગરમાં શ્રી મહાવીર પ્રભુની પ્રતિમાની પ્રતિષ્ઠા કરેલી છે.
ધર્મઘોષસૂરિ (અંચલગચ્છ), વિક્રમ સંવત ૧૨૬૩
આ શ્રી ધર્મઘોષસૂરિજી મહારાજ અંચલગચ્છમાં થયેલા શ્રી જયસિંહસૂરિજીના શિષ્ય હતા. તેમણે વિક્રમ સંવત ૧૨૬૩ માં શતપંદિકા નામનો ગ્રંથ રચ્યો છે. તેમના શિષ્ય મહેન્દ્રસૂરિજીએ વિક્રમ સંવત ૧૨૯૪ માં તે ગ્રંથ પર વિવરણ રચ્યું છે. વળી તે જ ગ્રંથ પરથી મેરૂતુંગસૂરિજીએ શતપદિ સારોદ્ધાર નામનો પણ ગ્રંથ રચ્યો છે. તેની પ્રશસ્તિમાં તે લખે છે કે, આ ધર્મઘોષસૂરિજીનો જન્મ વિક્રમ સંવત ૧૨૦૮ માં મારવાડ દેશમાં આવેલા મહાપુર ગામમાં થયો હતો; તેમના પિતાનું નામ ચંદ્ર અને માતાનું નામ રાજલદે હતું. વળી મેરૂતુંગસૂરિજી કહે છે કે, આ શ્રી ધર્મઘોષસૂરિજીએ શાકંભરી નામની નગરીના રાજા પ્રથમરાજને પ્રતિબોધીને જૈન કર્યો હતો.
અમરચંદ્રસૂરિ, વિક્રમ સંવત ૧૨૬૫
આ શ્રી અમરચંદ્રસૂરિજી વાયટ ગચ્છમાં થયેલા શ્રી જિનદત્તસૂરિના શિષ્ય હતા. તેમણે ચતુર્વિંશતિ જિનચરિત્ર (અથવા પદ્માનંદાભ્યુદય મહાકાવ્ય) બાલમહાભારત કાવ્ય, કવિ શિક્ષાવૃત્તિ સહિત કાવ્ય કલ્પલતા તથા છંદો રત્નાવલી વગેરે ઘણા ઉત્તમ ગ્રંથો રચેલા છે, તેમની શીઘ્ર કવિત્વ શક્તિથી ગુજરાતના રાજા વિશળદેવે આશ્ચર્ય પામીને તેમને ખુશીથી કવિવેણીકૃપાણનું બિરુદ આપ્યું હતું. તેમની વિદ્વતા ઘણા ઊંચા પ્રકારની હતી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org