________________
ગુરમહારાજ વભદ્રજી ઉ નોડની રાતમાં તેમણે
જૈન ઈતિહાસ જગચંદ્રસૂરિ, તેમને મળેલું પાનું બિરુદ
(વિક્રમ સંવત ૧૨૪૦ થી ૧૨૮૫) શ્રી મહાવીરપ્રભુની ચુમ્માળીસમી પાટે જગચંદ્રસૂરિ થયા. તે મહાવૈરાગ્યવાનું અને તપસ્વી હતા. તેમણે પોતાના ગચ્છમાં શિથિલ આચાર જોયો, તેથી તેમને ક્રિયોદ્ધાર કરવાની ઇચ્છા થઈ. આથી તેમણે ગુરુમહારાજની આજ્ઞાથી ચૈત્રવાલીય ગચ્છવાળા તથા મહાવૈરાગ્યવાનું એવા દેવભદ્રજી ઉપાધ્યાયની સહાયતાથી પોતાના ગચ્છનો ક્રિયોદ્ધાર કર્યો. વળી તેમણે ચિત્તોડની રાજધાની અહાડમાં બત્રીસ દિગંબર આચાર્યો સાથે ધર્મવાદ કર્યો; અને તેમાં તેમણે પોતાની વિદ્યાના બળથી તે સઘળા દિગંબર આચાર્યોનો પરાજય કર્યો. આથી ત્યાંના રાજાએ ખુશ થઈને તેમને “હિરલા' એવું બિરુદ આપ્યું; અને તેથી તે હિરલા જગન્સંદ્રસૂરિના નામથી પ્રસિદ્ધ થયા છે, વળી તેમણે છેક જીવિત પર્યત આંબેલ તપ કરવાનું નિયમ લીધું હતું, અને એવી રીતે તપસ્યા કરતાં થકાં જયારે તેમને બાર વર્ષ વીતી ગયાં, ત્યારે ચિત્તોડના રાજાએ વિક્રમ સંવત ૧૨૮૫ માં તેમને તપાનું બિરુદ આપ્યું, તેથી પૂર્વથી ચાલ્યા આવતા વડગચ્છનું નામ ત્યારથી તપાગચ્છ પડ્યું. એવી રીતે આ શ્રી જગન્સંદ્રસૂરિજી મહાપ્રભાવિક થયેલા છે.
રતનપ્રભસૂરિ, વિક્રમ સંવત ૧૨૩૮ આ મહાન ન્યાયપારંગામી શ્રી રત્નપ્રભસૂરિજી વડગચ્છમાં થયેલા અને મહારાજા સિદ્ધરાજની સભામાં દિગંબરોનો પરાજય કરનારા એવા શ્રી દેવસૂરિજીના શિષ્ય ભરેશ્વરસૂરિના શિષ્ય હતા; અને તે વિક્રમ સંવત ૧૨૩૮ માં વિદ્યમાન હતા. તેમણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org