________________
જૈન ઈતિહાસ પાશ્વવિગણિ, વિક્રમ સંવત ૧૧૬૯ આ ગ્રંથકારે વિક્રમ સંવત ૧૧૬૯ માં હરિભદ્રસૂરિજીએ રચેલા ન્યાયપ્રવેશ પર પંજિકા રચેલી છે, તેમ તેમણે વિક્રમ સંવત ૧૧૯૦ માં નેમિચંદ્રસૂરિજીના આખ્યાનમણિકોશની ટીકા રચવામાં આગ્રદેવસૂરિજીને મદદ કરી હતી, તેમ તેમણે ઉવસગ્ગહર સ્તોત્ર પર પણ ટીકા રચી છે.
ધનેશ્વરસૂરિ (વિશાવળગચ્છ), વિક્રમ સંવત ૧૧૦૧
આ ધનેશ્વરસૂરિજી વિક્રમ સંવત ૧૧૭૧ માં વિદ્યમાન હતા; તેમણે જિનવલ્લભસૂરિએ રચેલા સાર્ધશતક નામના ગ્રંથ પર ટીકા રચી છે. વળી તે વિશાવળગચ્છના હતા. '
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org