________________
જૈન ઈતિહાસ
૧૨૫ માટે રાજગૃહિમાં ગઈ. ત્યાં દિગંબર મતના શ્રાવકોએ ગુરુમાતાનો ઘણો આદરસત્કાર કર્યો. પછી માતાએ પુત્રને પૂછ્યું કે, હે પુત્ર! શ્રી વીતરાગ પ્રભુનો માર્ગ તો વિસંવાદ રહિત છે, ત્યારે શ્વેતાંબર અને દિગંબર મતમાં કેમ ભિન્નતા જોવામાં આવે છે?માટે તમે આપણા નગરમાં આવી બંને ભાઈઓ શાસ્ત્રપૂર્વક મને નિર્ણય કરી આપો કે, કયો ધર્મ સ્વીકારવાથી મને પરમ મોક્ષ મળે? પછી તે સુવર્ણકીર્તિ મુનિ માતાના ઉપરોધથી વાયટ ગામમાં આવ્યા, તથા પોતાના ભાઈ રાસિલ્તસૂરિજીને મળ્યા. પછી તેમની માતાએ એક ઉત્તમ ભોજનમાં ઠંડા તથા દગ્ધ ભોજનો તૈયાર કરીને રાખ્યાં, તથા બીજાં એક સામાન્ય ભાજનમાં ઉષ્ણ તથા ઉત્તમ ભોજનો તૈયાર કરીને રાખ્યાં. તેમ કરી તેણીએ બંને પુત્રોને આહાર માટે નિમંત્રણ કર્યાથી પ્રથમ સુવર્ણકીર્તિ તે ભોજન લેવા માટે આવ્યા. અને તેણે ઉત્તમ ભાજન પર મોહિત થઈને તેમાંની વસ્તુઓ લીધી. પરંતુ પછી તે વસ્તુઓને ઠંડી તથા દગ્ધ થયેલી જોઈને તેણે પોતાનું મુખ મરડ્યું. એવામાં બીજા પુત્ર રાસિલ્યસૂરિ પણ એક સાધુને સાથે લઈને ત્યાં પધાર્યા, ત્યારે માતાએ તેમને ભોજન લેવા માટે તે બંને વાસણો દેખાડ્યાં. તે જોઈ તે બંને સાધુઓએ વિચાર્યું કે, આ ભોજન તો આધાકર્મી છે, માટે આપણે સાધુઓને તે લેવું લાયક નથી. એમ વિચારી તેઓ તે ભોજન લીધા વિના જ ત્યાંથી પાછા વળ્યા. તે જોઈ માતાએ પોતાના દિગંબર પુત્રને કહ્યું કે, હે પુત્ર ! તેં તારા ભાઈનો આચાર જોયો? માટે હવે જેમ તને યોગ્ય લાગે તેમ તું કર. તે સાંભળી માતાનાં વચનોથી પ્રતિબોધ પામીને સુવર્ણકીર્તિ ફરીને રાસિલ્યસૂરિજી પાસે શ્વેતાંબરી દીક્ષા લઈને સિદ્ધાંતોના પારંગામી થઈ ગીતાર્થ થયા. પછી 'રાસિલ્તસૂરિજીએ પણ તેમને યોગ્ય જાણી તેમનું જીવદેવસૂરિ નામ પાડી પોતાની પાટે સ્થાપ્યા. હવે એક વખતે તે જીવદેવસૂરિજી જ્યારે ઉપાશ્રયમાં રહી વ્યાખ્યાન કરતા હતા, ત્યારે ત્યાં કોઈક યોગી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org