________________
જૈન ઈતિહાસ
મુનિચંદ્રસૂરિજીનું સ્વર્ગગમન થયું. એક વખતે શ્રી દેવસૂરિજી મહારાજ જ્યારે નાગપુરમાં પધાર્યા, ત્યારે ત્યાંના આલ્હાદન રાજાએ ઘણા આદરમાનપૂર્વક તેમનું સામૈયું કર્યું. ત્યારબાદ કર્ણાવતી નગરીના સંધે વિનંતી કરવાથી દેવસૂરિજી મહારાજ ચાતુર્માસ માટે ત્યાં પધાર્યા.
૧૨૦
તે સમયે દક્ષિણામાં આવેલા કર્ણાટક દેશના રાજાનો કુમુદચંદ્ર નામે મહા અહંકારી દિગંબર મતનો એક ગુરુ હતો. તેને દેવસૂરિજીની કીર્તિ સાંભળી ઘણી ઈર્ષ્યા થઈ. તેથી તેમને વાદમાં જીતવા માટે તે કર્ણાવતી નગરીમાં આવ્યો. તથા એક ભાટને દેવસૂરિજી પાસે મોકલીને વાદ કરવા માટે જણાવ્યું. ત્યારે દેવસૂરિજીએ કહેવરાવ્યું કે તમે અણહિલ્લપુરપાટણમાં આવો, ત્યાંનો રાજા સિદ્ધરાજ જયસિંહ ન્યાયી અને નીતિવાન છે, માટે તેમની સભા સમક્ષ આપણે ધર્મવાદ કરીશું. ત્યારે કુમુદચંદ્ર તો અહંકારથી જ કહેવરાવ્યું કે, બહુ સારું હું ત્યાં આવીશ. ત્યારબાદ તે કુમુદચંદ્રે ત્યાંથી અણહિલ્લપુર તરફ પ્રયાણ કરવાની તૈયારી કરી, પરંતુ તે સમયે તેને અપશુકનો થયાં, તો પણ તેની દરકાર કર્યા વિના તે અણહિલ્લપુર પહોંચ્યો. અહીં દેવસૂરિજી મહારાજે પણ શુભ દિવસે અણહિલ્લપુર તરફ વિહાર કર્યો, તથા ત્યાં પહોંચતાં ત્યાંના સંઘે ઘણા આડંબરથી તેમનો પ્રવેશ મહોત્સવ કર્યો; પછી શુભ દિવસે તેમણે ત્યાંના મહારાજા સિદ્ધરાજનો મેળાપ કર્યો, તથા કુમુદચંદ્ર સાથે ધર્મવાદ કરવા માટેની સઘળી હકીકત જણાવી, ત્યારે રાજાએ પણ પોતાની સભા સમક્ષ તેમ કરવાની ખુશી જણાવી. એવામાં ત્યાંના મહાધનાઢ્ય બાહડ અને નાગદેવ નામના બંને શ્વેતાંબરી શ્રાવકોએ દેવસૂરિજી મહારાજને વિનંતી કરી કે હે ભગવન્ ! અહીં દિગંબરોએ ગાંગિલ આદિ કારભારીઓને દ્રવ્ય આપી પોતાને વશ કરેલા છે,
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org