________________
૧૧૮
જૈન ઈતિહાસ વખતે તે આચાર્યજીની કીર્તિ તે દેશમાં ઘણી ફેલાઈ હતી. શ્રી જયસિંહસૂરિજીને ચમત્કારી જાણીને રાવજી ઠાકોરે પોતાના શ્રાવક મંત્રીને કહ્યું કે, આ આચાર્ય મહારાજ મહાપ્રભાવિક સંભળાય છે; માટે જો તે આપણા કુમાર લાલણનો કોઢ રોગ મટાડી આપે તો મારી હંમેશની ચિંતા દૂર થાય. પછી મંત્રીએ તે વાત શ્રી જયસિંહસૂરિજીને કહ્યાથી તેમણે કહ્યું કે, જો તે લાલણ જૈનધર્મ સ્વીકારવાનું વચન આપે, તો તેમનો કોઢનો રોગ દૂર કરવાનો હું ઉપાય બતાવું. મંત્રીએ જઈ તે વાત રાવજી ઠાકોરને તથા લાલણને કહેવાથી તેઓ તેમ કરવું કબુલ કરીને આચાર્યજી મહારાજ પાસે આવ્યા, તથા હાથ જોડીને જૈનધર્મ સ્વીકારવાની વાત તેમણે કબુલ કરી; ત્યારે આચાર્યજીએ પણ લાભનું કારણ જાણી માંત્રિક પ્રયોગથી લાલણનો કોઢ રોગ દૂર કર્યો, જેથી તે લાલણે પણ શુદ્ધભાવથી જૈન ધર્મ અંગીકાર કર્યો; છેવટે આચાર્યજી મહારાજે તે લાલણના વંશજોને ઓસવાળ જ્ઞાતિમાં દાખલ કર્યા; જે આજે લાલણ ગોત્રવાળા કહેવાય છે. લાલણ ગોત્રના જૈન ઓસવાળોની વસ્તી પારકર, કચ્છ, જેસલમેર તથા જામનગર વગેરે શહેરોમાં છે.
વાદીદેવસૂરિજી, વિક્રમ સંવત ૧૧૦૪ ગુજરાતમાં આવેલા મદ્રાહત નામના ગામમાં રહેતા દેવનાગ નામના એક ગૃહસ્થની જિનદેવી નામની સ્ત્રીએ એક દિવસે સ્વપમાં પોતાના મુખમાં પ્રવેશ કરતા ચંદ્રને જોયો. પ્રભાતે ત્યાં રહેલા શ્રી મુનિચંદ્રસૂરિજી પાસે જઈ તેણીએ નમસ્કારપૂર્વક તે સ્વપ્રનું વૃત્તાંત કહ્યું. ત્યારે આચાર્યજીએ તેણીને કહ્યું કે, હે મહાભાગે ! કોઈક ચંદ્ર સરખા મહાતેજસ્વી દેવે તમારા ઉદરમાં જન્મ લીધો છે. પછી તેણીએ મહાતેજસ્વી પુત્રને જન્મ આપ્યો; તથા સ્વપ્રને અનુસારે તેનું પૂર્ણચંદ્ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org