________________
૧૧૯
જૈન ઈતિહાસ નામ પાડ્યું. એક વખતે તે ગામમાં રોગનો ઉપદ્રવ થવાથી તે દેવનાગ શેઠ ત્યાંથી નીકળી ભરૂચમાં આવ્યા. તે સમયે ત્યાં શ્રી મુનિચંદ્રસૂરિજી પણ આવી પહોંચ્યા હતા. કેટલાક દિવસ બાદ મુનિચંદ્રસૂરિજીએ પૂર્ણચંદ્રના માતાપિતાની આજ્ઞાથી તેને દીક્ષા આપી; તથા તે દીક્ષા સમયે તેમનું રામચંદ્ર નામ રાખવામાં આવ્યું. પછી તે રામચંદ્ર મુનિરાજ તર્કવિદ્યા, વ્યાકરણ તથા સાહિત્ય શાસ્ત્રાદિમાં પારંગામી થયા. છેવટે વિક્રમ સંવત ૧૧૭૪ માં તેમને આચાર્યપદ આપીને તેમનું દેવસૂરિ નામ રાખવામાં આવ્યું. પછી એક દહાડો તે શ્રી દેવસૂરિજી મહારાજ ગુરુની આજ્ઞા લઈને ધોળકામાં પધાર્યા. ત્યાં રહેતા એક ઉદય નામના ધાર્મિક અને ધનાઢ્ય શ્રાવકે શ્રી સીમંધરસ્વામીની પ્રતિમા કરાવી હતી. તેણે ત્રણ ઉપવાસપૂર્વક શાસનદેવીને આરાધના કરી પૂછ્યું કે, આ પ્રતિમાની પ્રતિષ્ઠા મારે કોની પાસે કરાવવી? ત્યારે શાસનદેવીએ દેવસૂરિજી પાસે કરાવવાનું કહેવાથી તેણે તેમ કર્યું, અને એવી રીતે શ્રી દેવસૂરિજી મહારાજે પ્રતિષ્ઠાવેલી મૂર્તિવાળું તે જિનમંદિર હજુ પણ
ત્યાં ઉદય વસ્તીના નામથી પ્રસિદ્ધ છે. પછી એક દહાડો શ્રી દેવસૂરિજી મહારાજ આબુ પર પધાર્યા; તથા ત્યાં તેમણે શ્રી ઋષભદેવ પ્રભુનાં દર્શન કરીને અંબાદેવીની સ્તુતિ કરી. ત્યારે અંબાદેવીએ પ્રત્યક્ષ થઈ તેમને કહ્યું કે, હવે તમારે તરત અણહિલ્લપુરમાં જવું, કેમ કે તમારા ગુરુનું આયુષ્ય ફક્ત હવે છ માસનું જ બાકી રહ્યું છે. તે સાંભળી દેવસૂરિજી મહારાજ અણહિલ્લપુરમાં પધાર્યા, તેથી તેમના ગુરુને પણ ઘણો આનંદ થયો. પછી ત્યાં તેમણે દેવબોધ નામના એક ભાગવત મતના આચાર્યને વાદમાં જીતીને જૈનશાસનની ઘણી પ્રભાવના કરી. વળી તે નગરના રહેવાસી બાહડ નામના એક ધનાઢ્ય શ્રાવકે તેમના ઉપદેશથી અતિ મનોહર જિનમંદિર બંધાવ્યું. પછી વિક્રમ સંવત ૧૧૩૮ માં શ્રી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org