________________
પ્રકરણ - ૧૫
વિક્રમ સંવત ૧૧૪૦ થી ૧૨૪૦ જયસિંહસૂરિ, લાલણ ગોત્રની ઉત્પત્તિ, વાદિદેવસૂરિ
જયસિંહસૂરિ, વિક્રમ સંવત ૧૨૦૨ આ શ્રી જયસિંહસૂરિજી મહારાજ અંચલગચ્છમાં થયેલા શ્રી આર્યરક્ષિતજીના શિષ્ય હતા; ગૃહસ્થાવાસમાં તે સોપારક નગરના બાહડ નામના શેઠની નાથી નામની સ્ત્રીની કુક્ષિએ જન્મ્યા હતા; આ જયસિંહસૂરિજી મહારાજ મહાવિદ્વાન તથા વાદીઓની સભામાં સભાજિત હતા. સિદ્ધરાજ જયસિંહની સભામાં જયારે વાદિદેવસૂરિજીએ દિગંબરોનો પરાજય કર્યો હતો, ત્યારે આ જયસિંહસૂરિજી પણ દેવસૂરિજીના મદદગાર હતા. આ આચાર્યજીને ગુજરાતના રાજા સિદ્ધરાજ જયસિંહ તરફથી ઘણું સન્માન મળ્યું છે.
લાલણ ગોત્રની ઉત્પત્તિ, વિક્રમ સંવત ૧૨૨૯ પારકર દેશમાં આવેલા પિલુઆ નામના ગામમાં રાવજી નામના તે ગામના ઠાકોર વસતા હતા. તેમને લાલણ અને લખધીર નામે બે પુત્રો હતા. તે ઠાકોરનો પ્રધાન એક જૈનધર્મી શ્રાવક હતો. હવે તે બંને પુત્રોમાંના લાલણને કોઈ કર્મના ઉદયથી કોઢનો રોગ લાગુ થયો હતો; આથી રાવજી ઠાકોરને તે સંબંધી ઘણી ચિંતા ઉત્પન્ન થઈ; અને તેથી તે હંમેશાં દિલગિર રહેતા. એવામાં વિક્રમ સંવત ૧૨૨૯માં તે ગામમાં અંચળગચ્છના આચાર્ય શ્રી જયસિંહસૂરિજી પધાર્યા; તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org