________________
જ
ન ઈતિહાસ
પોતાના સરસ્વતી
ભ
૧૦૬ પોતાના સરસ્વતી ભંડારમાં રહેલું જૈનમુનિના આચારના સ્વરૂપને જણાવનારું દશવૈકાલિકસૂત્ર મંગાવ્યું, અને તેમાં કહેલા આચાર મુજબ આ બંને આચાર્યોને પ્રવર્તતા જોઈને, તેમને ખરતર બિરુદ આપી ત્યાં રહેવા માટે સ્થાન આપ્યું. આથી ચૈત્યવાસી યતિઓ તો. ઝંખવાણા પડીને પોતાને સ્થાનકે ગયા. તથા ત્યારથી તે અણહિલ્લપુરમાં શુદ્ધ સામાચારીવાળા જૈનમુનિઓને નિવાસ મળવા લાગ્યો; અને ચૈત્યવાસીઓનું જોર ધીમે ધીમે ઓછું થતું ચાલ્યું. ત્યાં બુદ્ધિસાગરજીએ બુદ્ધિસાગર નામનું આઠ હજાર શ્લોકોના પ્રમાણવાળું નવીન વ્યાકરણ રચ્યું. એવી રીતે આ ખતરનું બિરુદ ધરાવનારા શ્રી જિનેશ્વરસૂરિજી મહારાજ મહાપ્રભાવિક થયા છે.
નવાંગીટીકાકાર શ્રી અભયદેવસૂરિ
(વિક્રમ સંવત ૧૦૮૮ થી) ધારાપુરીનગરીમાં વસનારા મહીધર નામના એક શેઠની ધનદેવી નામની સ્ત્રીની કુલિએ અભયકુમાર નામના એક પુત્રનો જન્મ થયો હતો. એક વખતે શ્રી વર્ધમાનસૂરિના શિષ્ય શ્રી જિનેશ્વરસૂરિ ત્યાં પધાર્યા. ત્યારે તે અભયકુમારે તેમની પાસે દીક્ષા લીધી. પછી શ્રી વર્ધમાનસૂરિની અનુમતિપૂર્વક તેમને ફક્ત સોળ વર્ષની ઉંમરે જ વિક્રમ સંવત ૧૦૮૮ માં આચાર્યપદ આપવામાં આવ્યું હતું. હવે તે સમયમાં દુકાળ આદિના સબબથી આગમોની ટીકાઓનો વિચ્છેદ થયો હતો. એક વખતે શ્રી અભયદેવસૂરિજી મધ્યરાત્રિએ જ્યારે ધ્યાનમાં લીન થયા હતા, તે સમયે શાસનદેવીએ આવી તેમને કહ્યું કે, પૂર્વના આચાર્યોએ અગ્યારે અંગોની ટીકાઓ રચી હતી, પરંતુ કાળના દૂષણથી ફક્ત બે અંગો સિવાય બાકીના અંગોની ટીકાઓનો વિચ્છેદ થયો છે. માટે આપ તે અંગોની ટીકાઓ રચીને સંઘ પર કૃપા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org