________________
૧O૭
જેને ઈતિહાસ કરો. ત્યારે આચાર્યજીએ કહ્યું કે, હે શાસનમાતા ! આવું ગહન કાર્ય કરવાને અલ્પ બુદ્ધિવાન એવો હું શી રીતે સમર્થ થાઉં? કેમ કે તે કાર્યમાં જો કદાચ ઉસૂત્ર થાય તો મને ઘણી આપદા થાય; તેમ આપની આજ્ઞાનું ઉલ્લંઘન પણ થવું ન જોઈએ. ત્યારે શાસનદેવીએ કહ્યું કે, હે આચાર્યજી ! આપને તે કાર્ય માટે સમર્થ જાણીને જ મેં કહ્યું છે. તેમ તે ટીકાની રચનામાં તમોને જે સંશય હશે, તે હું સીમંધરસ્વામીને પૂછીને તમારા તે સંશયો દૂર કરીશ. તમે ફક્ત મારું સ્મરણ કરવાથી જ હું તમારી પાસે હાજર થઈશ. તે સાંભળી અભયદેવસૂરિજીએ ઉત્સાહપૂર્વક તે કાર્યનો પ્રારંભ કર્યો તથા તે કાર્ય સંપૂર્ણ થતાં સુધીમાં તેમણે આંબીલનો તપ કર્યો; તથા પોતાની કબુલાત મુજબ શાસનદેવીએ પણ તેમને તે કાર્યમાં મદદ આપી; પણ તે આંબિલ તપથી રાત્રિએ જાગવાના પ્રયાસથી શરીરમાંના રુધિરમાં બગાડ થવાથી તેમને કુટનો રોગ થયો. ત્યારે અન્યદર્શનીય આદિ ઈર્ષાળુ લોકોને નિંદા કરવાનું કારણ મળ્યું કે, ટીકાઓની રચાનામાં થયેલા ઉસૂત્રપ્રરૂપણથી આચાર્ય પર ગુસ્સે થયેલા શાસનદેવોએ શિક્ષા કરવાના હેતુથી તેમને આ દશાએ પહોંચાડ્યા છે; તે અપવાદ સાંભળી આચાર્યજી દિલગિર થયા. પછી રાત્રિએ ધરણેન્દ્ર આવીને તેમના રોગને નિવારણ કર્યો, તથા કહ્યું કે, સ્તંભન (ખંભાત) શહેરની પાસે સેઢી નદીને કિનારે ભૂમિની અંદર શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા છે, કે જે પ્રતિમાના પ્રભાવથી પૂર્વે નાગાર્જુને રસસિદ્ધિ સાધી છે; તે પ્રતિમાને ત્યાં પ્રગટ કરીને તમે ત્યાં મોટું તીર્થ પ્રવર્તાવો કે જેથી તમારી અપકીર્તિનો નાશ થશે અને જૈનશાસનની પણ પ્રભાવના થશે. પછી ત્યાં શ્રી અભયદેવસૂરીશ્વરજીએ જયતિહુઅણ નામના બત્રીસ ગાથાઓવાળા સ્તોત્રાપૂર્વક તે શ્રી સ્તંભનપાર્શ્વનાથજીની પ્રતિમાને સંઘ સમક્ષ પ્રગટ કરી; તેથી તેમની ઘણી કીર્તિ થઈ તથા જૈનશાસનની ઉન્નતિ થઈ; પછી ધરણેન્દ્રના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org