________________
પ્રકરણ
-
૧૪
વિક્રમ સંવત ૧૧૦૧ થી ૧૨૦૦
(શ્રી ચંદ્રસૂરિ, નમિસાધુ, મલ્લધારી, અભયસૂરિ, દેવેન્દ્રગણિ, જિનવલ્લભસૂરિ, જિનદત્તસૂરિ, ધનવિજયવાચક, કક્કસૂરિ, પુનમિયા ગચ્છની ઉત્પત્તિ, આર્યરક્ષિતજી તથા વિધિપક્ષગચ્છની ઉત્પત્તિ, દેવભદ્રસૂરિ, . મલ્લધારી હેમચંદ્રસૂરિ, પાર્શ્વદેવગણિ, ધનેશ્વરસૂરિ)
Jain Education International
શ્રી ચંદ્રસૂરિ (વિક્રમ સંવત ૧૧૨૧)
આ શ્રી ચંદ્રસૂરિજી મલ્લધારી શ્રી હેમચંદ્રજીના શિષ્ય હતા, તથા તે વિક્રમ સંવત ૧૧૨૧ માં વિદ્યમાન હતા, તે સાલમાં જ્યારે તે ભરૂચમાં પધાર્યા હતા, ત્યારે ત્યાંના નગરશેઠ ધવલશાહે સંઘની અનુમતિપૂર્વક તેમને મુનિસુવ્રતસ્વામીનું ચરિત્ર રચવાની વિનંતી કરી હતી, અને તેથી તેમણે આશાવળીમાં આવી શ્રી માળકુળના નાગિલ નામના શ્રાવકમાં ઉપાશ્રયમાં રહી તે ગ્રંથ રચ્યો હતો, અને તે ગ્રંથની પહેલી પ્રતિ પાર્શ્વદેવગણિજીએ લખી હતી.
નમિસાધુ (વિક્રમ સંવત ૧૧૨૫)
આ ગ્રંથકર્તા થારાપદ્રપુરીય નામના ગચ્છના શ્રીશાલિભદ્રસૂરિજીના શિષ્ય હતા; તેમણે વિક્રમ સંવત ૧૧૨૨માં ષડાવશ્યકની ટીકા તથા ૧૧૨૫ માં રૂદ્રટના રચેલા કાવ્યાલંકાર પર ટિપ્પન કરેલું છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org