________________
પ્રકરણ - ૧૨
વિક્રમ સંવત ૧૦૩૧ થી ૧૧૦૦ (સૂરાચાર્ય, વર્ધમાનસૂરિ તથા વિમળશાહ)
સૂરાચાર્ય વિક્રમ સંવત ૧૦૩૧ થી ૧૦૦૨
સુધીમાં વિધમાન હતા, ગુજરાતમાં અણહિલ્લપુરપાટણમાં જ્યારે ભીમદેવ રાજા રાજ્ય કરતો હતો, ત્યારે ત્યાં દ્રોણાચાર્ય નામે મહાવિદ્વાન જૈનાચાર્ય વસતા હતા; તે આચાર્ય ભીમદેવ રાજાના સંસારીપક્ષમાં મામા થતા હતા. તે આચાર્યજીના ભાઈ સંગ્રામસિંહના પુત્ર મહીપાળે પણ તેમની પાસે દીક્ષા લીધી હતી, તથા તેમનું સૂરાચાર્ય નામ રાખવામાં આવ્યું હતું. અનુક્રમે તે સૂરાચાર્યજી પણ શાસ્ત્રોના પારંગામી થયા. એક વખતે ભીમરાજાના દરબારમાં ધારાનગરીના ભોજરાજાના પ્રધાનો આવ્યા, તેમણે ભોજરાજાની પ્રશંસાનો એક શ્લોક ભીમરાજાને સંભળાવ્યો. તે ગાથાનો પ્રત્યુત્તર તેવી જ મનોહર ગાથામાં લખવા માટે ભીમરાજાએ સૂરાચાર્યજીને યોગ્ય જાણી, તેમને સન્માનપૂર્વક સભામાં બોલાવી તે ગાથા રચવાનું કહ્યું, ત્યારે સૂરાચાર્યજીએ પણ તે જ સમયે ત્યાં અત્યંત ચમત્કારી ગાથા રચીને રાજાને સોંપી. તે જોઈ રાજાએ ચમત્કાર પામી તે ગાથા સહિત પોતાના પ્રધાનોને ધારાનગરીમાં ભોજરાજા પાસે મોકલ્યા. હવે અહીં દ્રોણાચાર્યજીએ પોતાના બીજા શિષ્યોને ભણાવવા માટે સૂરાચાર્યજીને સોંપ્યા. સૂરાચાર્યજીનો જાતિસ્વભાવ તીવ્ર હોવાથી તે શિષ્યોને અભ્યાસ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org