________________
જૈન ઈતિહાસ
ભોજરાજાને પાછળથી ઘણો પસ્તાવો થયો; તેથી તેને ફરીથી તેણે સન્માનપૂર્વક ધારાનગરીમાં બોલાવ્યો. છેવટે ધનપાળ પંડિત નિર્દોષપણે ગૃહસ્થધર્મ પાળી ધર્મધ્યાનપૂર્વક કાળ કરી સ્વર્ગે ગયા. આ મહાપ્રભાવિક ધનપાળ કવીશ્વર વિક્રમ સંવત ૧૨૨૯ માં વિદ્યમાન હતા, કેમ કે તે સાલમાં તેમણે પાયલચ્છી નામમાળા રચી છે. શોભનાચાર્યજીએ પણ મહાયમકવાળી અતિ અદ્દભુત શોભનસ્તુતિ રચી છે; અને તેની રચના તેમણે ગોચરી જતાં માર્ગમાં જ એક વખત કરી હતી; તથા તેના પર ધનપાળ પંડિતજીએ ટીકા રચી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org