________________
જૈન ઈતિહાસ લાગ્યો. ત્યાં હંમેશાં તે આઠ દિવસોના ઉપવાસ કરી વિગઈ સહિત પારણું કરવા લાગ્યો; તથા રાત્રિએ સ્મશાન આદિમાં જઈ કાઉસ્સગ ધ્યાન ધરવા લાગ્યો. એક દિવસે ત્યાં મહાવૈરાગ્યવાળા શ્રી વિમળગણિજી મહારાજ ત્યાં આવી પહોંચ્યા. તેમને જોઈ તે વીર વણિકે અત્યંત ભક્તિપૂર્વક વંદના કરી; ત્યારે વિમળગણિજી મહારાજે પણ તેમને ખુશીથી ધર્મલાભની આશિષ આપી. પછી તે વીર વણિકે તેમને પોતાના ઉપાશ્રયમાં સ્થાન આપવાથી શ્રી વિમળગણિજી મહારાજ પણ ત્યાં પધાર્યા. છેવટે તે વીર વણિકે શ્રી વિમળગણિજી મહારાજ પાસે દીક્ષા લીધી; તથા તેમનું વીરગણિજી નામ રાખવામાં આવ્યું. ત્યારબાદ શ્રી વિમળગણિજી મહારાજ શત્રુંજય પર જઈ ત્યાં સમાધિપૂર્વક કાળ કરી સ્વર્ગે પધાર્યા. વીરગણિજી મહારાજે પણ ગુરુમહારાજના કહેવાથી થારાપદ્રપુરીમાં આવી અંગ વિદ્યાનો અભ્યાસ કર્યો; તે વિદ્યાના પ્રભાવથી તે મહાપ્રભાવિક થયા. હવે એક સમયે તે વીરગણિજી મહારાજ સ્થિર નામના ગામમાં પધાર્યા, ત્યાં લોકોના મુખથી તેમણે એવી વાત સાંભળી કે, આ ગામમાં એક મહાદેવના મંદિરમાં વલ્લભીનાથ નામનો જે વ્યંતર રહે છે, તે રાત્રિએ ત્યાં સૂતેલા માણસને મારી નાખે છે; તે સાંભળી વીરગણિજી મહારાજ તે વ્યંતરને પ્રતિબોધવા માટે તે મંદિરમાં સાડાચાર હાથનું કુંડાળું કરીને તેમાં ધ્યાન ધરીને રાત્રિએ બેઠા. રાત્રિએ તે વ્યંતરે હાથી, સર્પ વગેરેનાં રૂપો કરીને તેમને ઉપદ્રવ કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ તે કુંડાળાની અંદર તે જઈ શક્યો નહીં. પછી પ્રભાતે તે વ્યંતર શ્રી વીરગણિજી મહારાજ પાસે પ્રત્યક્ષ થઈ કહેવા લાગ્યો કે, હે ભગવન્! આજ દિન સુધીમાં મને કોઈએ પણ જીત્યો નથી, પરંતુ આજે મને આપે આપના તપ બળથી જીત્યો છે; તેથી હવે હું આપના પર તુષ્ટમાન થયો છું; માટે આપ કંઈક વરદાન માગો ! તે સાંભળી શ્રી વીરગણિજીએ કહ્યું કે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org