________________
જૈન ઈતિહાસ
૮૭ થયેલા છે. તેઓ મારવાડમાં આવેલા નારલાઈ ગામમાં મંત્રશક્તિથી શ્રી આદિનાથજીનું મંદિર ખેરગઢથી લાવ્યા હતા. તે માટે નીચે મુજબ દંતકથા સંભળાય છે – ખેરગઢ ગામમાં એક શિવાલય અને આદિનાથજીનું મંદિર એ બંને મારવાડમાં લુણી નદીના કિનારા પર આવેલાં હતાં. પરંતુ યતિઓના અને ગોસાંઈઓનાં મંત્રબળથી અહીં લાવવામાં આવ્યાં હતાં, એક વખતે યતિઓ અને ગોસાંઈઓ પોતપોતાની મંત્રવિદ્યાની કુશળતા માટે વિવાદ કરતા હતા, તેમાં એવો ઠરાવ થયો કે, ખેરગઢમાંનું આદિનાથનું જિનમંદિર અને ત્યાંનું શિવમંદિર એક રાત્રિની અંદર મંત્રશક્તિથી ઉખેડીને અરુણોદય પહેલાં નારલાઈમાં લાવવું; અને તેમાં જે વહેલું લાવે તે શિખર પર મંદિર સ્થાપે, અને જે મોડું લાવે તે નીચે સ્થાપન કરે. એવી શરત ઠરાવીને યતિઓ આદિનાથનું દેવળ અને ગોસાંઈઓ મહાદેવનું મંદિર મંત્રશક્તિથી ત્યાંથી ઉખેડીને એક રાત્રિમાં નારલાઈમાં લાવ્યા. પરંતુ ગોસાંઈઓ પ્રથમ આવી પહોંચ્યા, જેથી તેમણે શિવનું મંદિર પહાડ પર સ્થાપ્યું, અને યતિઓ જરા મોડા પહોંચ્યા, તેથી તેઓએ પોતાનું આદિનાથનું મંદિર નીચે સ્થાપ્યું; એવી રીતે આ દેવળો લાવવામાં બંને પક્ષોએ ચમત્કારિક યુક્તિઓ કામે લગાડી હશે એમ જણાય છે. તે આદિનાથજીના મંદિરમાં જે શિલાલેખ છે, તેમાં લખ્યું છે કે, આ જિનમંદિરને શ્રી યશોભદ્રસૂરિ પોતાની મંત્રશક્તિથી અત્રે લાવ્યા છે.
ઉધોતનસૂરિ, વિક્રમ સંવત ૯૯૪, વડગચ્છની - સ્થાપના, તથા મતાંતરે ચોર્યાસીગચ્છોની સ્થાપના
શ્રી મહાવીરપ્રભુ પછી પાંત્રીસમી પાટે શ્રી ઉદ્યોતનસૂરિ નામે આચાર્ય થયા. તે એક સમયે અર્બુદાચળ પર તીર્થયાત્રા કરવા માટે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org