________________
८८
જૈન ઈતિહાસ પધાર્યા હતા; ત્યાંથી ઊતરી પર્વતની તળેટીમાં આવેલા ટેલી નામે ગામ પાસે એક વિશાળ વડની છાયામાં બિરાજ્યા હતા. તે સમયે એવું મુહૂર્ત તેમને માલુમ પડ્યું કે, આ સમયે જો મારી પાસે આચાર્યને બેસાડવામાં આવે તો વંશપરંપરા પાટની સારી વૃદ્ધિ થાય; એમ વિચારી તેમણે વિક્રમ સંવત ૯૯૪ માં તે વડવૃક્ષની નીચે શ્રી સવદિવસૂરિ આદિ આઠ આચાર્યોને પોતાની પાટે સ્થાપ્યા; કોઈ એમ કહે છે કે, એકલા સર્વદિવસૂરિને જ તેમણે પોતાની પાટે સ્થાપ્યા; એવી રીતે વિશાળ વડની નીચે સૂરિપદ દેવાથી પૂર્વથી ચાલ્યા આવતા વનવાસી ગચ્છનું પાંચમું નામ વડગચ્છ પડ્યું; વળી કોઈનો એવો પણ અભિપ્રાય છે કે, આ ઉદ્યાતનસૂરિ મહારાજે પછી ચોર્યાસી ગચ્છો સ્થાપ્યા છે.
વીરગણિજી, વિક્રમ સંવત ૯૩૮ થી ૯૯૧ ગુજરાત દેશમાં આવેલા શ્રીમાળ નામના નગરમાં શિવનાગ નામે એક મહાધનાઢ્ય વણિક રહેતો હતો. તેને પૂર્ણલતા નામે એક અત્યંત ગુણવાન સ્ત્રી હતી; તથા તેઓને એક વીર નામે મહાપુણ્યશાળી પુત્ર હતો. તે જ્યારે યૌવન અવસ્થા પામ્યો ત્યારે તેના માતપિતાએ તેને મહાસ્વરૂપવાળી સાત કન્યાઓ પરણાવી હતી. તેનો પિતા મૃત્યુ પામ્યા બાદ તે વીર વૈરાગ્યથી હંમેશાં સત્યપુરમાં જઈ શ્રી મહાવીર પ્રભુની પ્રતિમાને વાંદવા લાગ્યો. એક દહાડો માર્ગમાં કેટલાક ચોરોએ તેને ઘેરી લેવાથી કોઈએ તેની માતાને તે વાત જાહેર કરી; અને તેથી તે બિચારી પુત્રના મોહથી તે જ સમયે ત્યાં મૃત્યુ પામી. પછી તે વીર વણિકે પોતાની દરેક સ્ત્રીને એકેક ક્રોડ સોનામહોરો વહેંચી આપી, અને બાકીનું દ્રવ્ય તેણે શુભ માર્ગે ખરચી નાખ્યું. અને પોતે તો સત્યપુરમાં જઈ શ્રી વીરપ્રભુનું ધ્યાન ધરવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org