________________
૭૧
જૈન ઈતિહાસ બહુ મોડેથી ઘેર સુવા માટે આવતો હતો, અને તેથી તેની સ્ત્રી અત્યંત દુઃખી થઈ હતી. એક દહાડો તેણીને અત્યંત દિલગીર થતી જોઈને તેણીની સાસુએ તેનું કારણ પૂછ્યાથી તેણીએ લજાયુક્ત થઈ પોતાના સ્વામીનું વૃત્તાંત જણાવ્યું. તે સાંભળી સિદ્ધની માતાએ કહ્યું કે, આજ રાત્રિએ જયારે સિદ્ધ મોડો આવે, ત્યારે તારે દ્વાર ઉઘાડવું નહીં; અને તે સમયે હું તેને શિખામણ આપીશ. પછી રાત્રિએ સિદ્ધ
જ્યારે મોડો આવ્યો, ત્યારે સ્ત્રીએ દ્વાર નહીં ઉઘાડવાથી તે બૂમો મારવા લાગ્યો. તે સાંભળી તેની માતાએ કૃત્રિમ ગુસ્સો કરી કહ્યું કે, અત્યારે મોડી રાત્રે દ્વાર ઉઘાડવામાં નહીં આવે; માટે આ સમય જેનાં દ્વાર ખુલ્લાં હોય ત્યાં તું જા. તે સાંભળી સિદ્ધ તો ત્યાંથી નીકળીને રાત્રિએ પણ જેનાં દ્વારા ખુલ્લાં છે, એવા જૈન મુનિઓનાં ઉપાશ્રયમાં ગયો. ત્યાં તેણે જૈન મુનિઓને વિવિધ પ્રકારના સ્વાધ્યાય કરતા જોઈને નમસ્કાર કર્યા અને તેથી મુનિઓએ પણ તેને ધર્મલાભ આપી પૂછ્યું કે, તમો કોણ છો? ત્યારે તેણે પોતાનું સર્વ વૃત્તાંત સત્ય રીતે જાહેર કરી કહ્યું કે, “હું શુભંકરનો પુત્ર સિદ્ધ છું, તથા મારા જુગારના દુર્બસનથી મારા માતાએ મને કાઢી મેલ્યો છે; હવે તો આજથી આપનું જ મને શરણું છે. તે સાંભળી આચાર્ય મહારાજે શ્રુતોપયોગ દઈ જાણ્યું કે, આ ભાગ્યશાળી પુરુષથી શાસનની ઉન્નતિ થવાની છે, એમ વિચારી તેમણે તેને કહ્યું કે, જો અમારા જેવો વેષ તમે અંગીકાર કરો તો તમે સુખેથી અહીં રહો; એમ કહી તેમણે જૈન મુનિઓનો સર્વ આચાર તેને કહી સંભળાવ્યો. પછી સિદ્ધ પણ તે વાત કબુલ કરવાથી આચાર્યજીએ તેમને કહ્યું કે, હવે પ્રભાતે તમારા માતપિતાની આજ્ઞા
લઈ તમને દીક્ષા આપીશું. હવે પ્રભાતે શુભંકર શેઠને સિદ્ધ સંબંધી ' રાત્રિનું વૃત્તાંત માલુમ પડવાથી તેણે પોતાની સ્ત્રીને ઠપકો આપ્યો કે, - વ્યસની માણસને ઉતાવળથી શિખામણ લાગતી નથી, તેને તો ધીરજથી સમજાવવો જોઈએ. પછી નગરમાં શોધ કરતાં સિદ્ધને જૈન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org