________________
८४
જૈન ઈતિહાસ મુજબ સાતે ક્ષેત્રોમાં દ્રવ્યનો વ્યય કરો. તેમાં પણ જિનાલય બંધાવવાથી ઘણાં પુણ્યોની પ્રાપ્તિ થાય છે. તે સાંભળી આમરાજાએ ત્યાં એકસો હાથ ઊંચું જિનમંદિર બંધાવ્યું; અને તેમાં અઢાર ભાર સુવર્ણના વજનની શ્રી મહાવીરપ્રભુની પ્રતિમા સ્થાપી. તે પ્રતિમાની પ્રતિષ્ઠા પણ બપ્પભટ્ટસૂરિએ કરી. વળી ગોપગિરિપર પણ ત્રેવીસ હાથ ઊંચું જિનમંદિર બંધાવીને તે રાજાએ તેમાં શ્રી મહાવીરપ્રભુની લોહમય પ્રતિમા સ્થાપી. પછી શ્રી બપ્પભટ્ટીજી ત્યાં કેટલોક કાળ રહીને ગૌડ દેશમાં આવેલી લક્ષણાવતી નગરીમાં પધાર્યા. ત્યાંના શ્રી ધર્મરાજાએ ઘણા હર્ષથી મોટા આડંબરપૂર્વક તેમનો પ્રવેશ મહોત્સવ કર્યો. તે સમયે ધર્મરાજા તથા આમરાજા વચ્ચે પ્રથમ અણબનાવ' હતો, પરંતુ બપ્પભટ્ટીજીના ઉપદેશથી તેઓ બન્ને વચ્ચે મિત્રાઈ થઈ. વળી ત્યાં રહી તેમણે વર્ધનકુંજર નામના બૌદ્ધવાદીનો પરાજય કર્યો, તેથી રાજાએ ખુશી થઈને તેમને વાદિકુંજરકેસરીનું બિરુદ આપ્યું. ત્યારબાદ બપ્પભટ્ટીજી પાછા કાન્યકુજમાં પધાર્યા. હવે એક દિવસે ત્યાં આમરાજાની પાસે કેટલાક ગવૈયા આવ્યા; તેઓની સાથે એક મહાસ્વરૂપવાન નટી હતી, તેણીને જોઈને રાજા કામાતુર થયો; અને તેથી તેણીની સાથે તેને ભોગવિલાસ કરવાની ઇચ્છા થઈ. તે વૃત્તાંતની બપ્પભટ્ટજીને ખબર મળવાથી તેમણે વિચાર્યું કે, મારે રાજાને આવા દુરાચારથી નિવારવો એ મારી ફરજ છે. એમ વિચારી આચાર્યજીએ કેટલાંક નવીન કાવ્યો રચીને તેને પ્રતિબોધવા માટે તેના મહેલના દ્વાર પર લખ્યાં, તે વાંચી રાજા પ્રતિબોધ પામ્યો, તથા પશ્ચાતાપ કરવા લાગ્યો કે, હવે હું ગુરુમહારાજને મારું મુખ કેમ બતાવી શકું ? એમ વિચારી તેણે બળી મરવાની ઈચ્છાથી ત્યાં જ પોતાના માણસો પાસે ચિતા પડકાવી, તે વૃત્તાંત સાંભળી સર્વ લોકો હાહાકાર કરવા લાગ્યા, ત્યારે બપ્પભટ્ટીજી મહારાજે ત્યાં આવી તેને પ્રતિબોધ આપીને તેમ કરતો નિવાર્યો. પછી આમરાજાના કહેવાથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org