Book Title: Jain Dharma Chintan
Author(s): Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 12
________________ - લેખકનું નિવેદન જૈનધર્મચિન્તનને નામે મારાં વ્યાખ્યાનો અને લેખોનો સંગ્રહ ચૂંટીને તૈયાર કરવાનું શ્રેય મારા પરમ મિત્ર શ્રી રતિભાઈ દીપચંદ દેસાઈને છે. તેમણે માત્ર લેખોની ચૂંટણું જ નથી કરી, પણ વાક્યરચના અને ભાવપ્રકટનની જે કચાશ હતી તે પ્રતિ પણ મારું ધ્યાન દોરીને તેને મઠાર્યા છે. વળી, જે કેટલાક લેખ હિન્દીમાં હતા તેનું ગુજરાતી ભાષાંતર પણ તેમણે જ કર્યું છે. અને છેવટે મુદ્રણની જવાબદારી પણ તેમણે જ ઉપાડીને આ બાબતમાં મારા ઉપર જરા પણ ભાર નાખે નથી. છતાં આભાર માનવાની હિંમત નથી; તેઓ એટલા બધા નિકટ છે કે આટલો નિર્દેશ જ બસ થશે. આમાંનાં ઘણુંખરાં લખાણ માટે શ્રી પરમાનંદભાઈ કાપડિયા અને તેમણે મુંબઈમાં યોજેલ પયુંષણ વ્યાખ્યાનમાળા નિમિત્ત છે. આથી આ પ્રસંગે, મને આગ્રહ કરી લખતો કરવા બદલ, તેમને આભાર માનવો જરૂરી છે. આમાંના ઘણાખરાં લખાણો “પ્રબુદ્ધ જીવન માં છપાયાં હતાં; તે માટે પણ તેના તંત્રી શ્રી પરમાનંદભાઈ ધન્યવાદને પાત્ર છે. આ સંગ્રહને તેના સંપાદકે “ચિંતન”નું ભારેખમ નામ આપ્યું છે, પણ જે આમાં “ચિંતન” જેવું કોઈને કંઈ દેખાય તો તેનું શ્રેય હું લેવા માગતો નથી. આ પ્રકારનું ચિંતન મને પૂ. પંડિત શ્રી સુખલાલજી પાસેથી વારસામાં મળ્યું છે, એટલે એને હું મારું તો કહી શકું તેમ નથી. અનેક વર્ષોના સતત સંપર્કને લઈને તેમના ચિંતનને જ મોટે ભાગે મેં મારા શબ્દોમાં મૂકી આપ્યું છે, અને ઘણી વાર એમ પણ બન્યું હશે કે ભાષા પણ અજાણતાં તેમની જ આવી ગઈ હોય. આ માટે તેમનો આભાર કયા શબ્દોમાં માનવ એ મને સૂઝતું નથી, પણ આ પ્રકારે ગુરુઋણ થોડું પણ ચૂકવી શકાય તો તે તેમને વિશેષ ગમે એમ માનું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 225