________________
- લેખકનું નિવેદન
જૈનધર્મચિન્તનને નામે મારાં વ્યાખ્યાનો અને લેખોનો સંગ્રહ ચૂંટીને તૈયાર કરવાનું શ્રેય મારા પરમ મિત્ર શ્રી રતિભાઈ દીપચંદ દેસાઈને છે. તેમણે માત્ર લેખોની ચૂંટણું જ નથી કરી, પણ વાક્યરચના અને ભાવપ્રકટનની જે કચાશ હતી તે પ્રતિ પણ મારું ધ્યાન દોરીને તેને મઠાર્યા છે. વળી, જે કેટલાક લેખ હિન્દીમાં હતા તેનું ગુજરાતી ભાષાંતર પણ તેમણે જ કર્યું છે. અને છેવટે મુદ્રણની જવાબદારી પણ તેમણે જ ઉપાડીને આ બાબતમાં મારા ઉપર જરા પણ ભાર નાખે નથી. છતાં આભાર માનવાની હિંમત નથી; તેઓ એટલા બધા નિકટ છે કે આટલો નિર્દેશ જ બસ થશે.
આમાંનાં ઘણુંખરાં લખાણ માટે શ્રી પરમાનંદભાઈ કાપડિયા અને તેમણે મુંબઈમાં યોજેલ પયુંષણ વ્યાખ્યાનમાળા નિમિત્ત છે. આથી આ પ્રસંગે, મને આગ્રહ કરી લખતો કરવા બદલ, તેમને આભાર માનવો જરૂરી છે. આમાંના ઘણાખરાં લખાણો “પ્રબુદ્ધ જીવન માં છપાયાં હતાં; તે માટે પણ તેના તંત્રી શ્રી પરમાનંદભાઈ ધન્યવાદને પાત્ર છે.
આ સંગ્રહને તેના સંપાદકે “ચિંતન”નું ભારેખમ નામ આપ્યું છે, પણ જે આમાં “ચિંતન” જેવું કોઈને કંઈ દેખાય તો તેનું શ્રેય હું લેવા માગતો નથી. આ પ્રકારનું ચિંતન મને પૂ. પંડિત શ્રી સુખલાલજી પાસેથી વારસામાં મળ્યું છે, એટલે એને હું મારું તો કહી શકું તેમ નથી. અનેક વર્ષોના સતત સંપર્કને લઈને તેમના ચિંતનને જ મોટે ભાગે મેં મારા શબ્દોમાં મૂકી આપ્યું છે, અને ઘણી વાર એમ પણ બન્યું હશે કે ભાષા પણ અજાણતાં તેમની જ આવી ગઈ હોય. આ માટે તેમનો આભાર કયા શબ્દોમાં માનવ એ મને સૂઝતું નથી, પણ આ પ્રકારે ગુરુઋણ થોડું પણ ચૂકવી શકાય તો તે તેમને વિશેષ ગમે એમ માનું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org