Book Title: Jain Ddharm Parichay Part 02 Author(s): Dhirajlal Tokarshi Shah Publisher: Vanechandbhai Avichal Mehta View full book textPage 7
________________ અને મનના પરાધીનતા શિયળ પાલનમાં કેવાં વિઘો ઉભાં કરે છે, તે સહજ સમજી શકાય છે. સાધુસાધીઓની માફક ગૃહસ્થને પણ આજે નવવાડો પાલવાની અગત્યતા પણ આ પ્રકરણ બતાવી આપે છે. છઠું પ્રકરણ “તપ” છે, જે જૈન શાસનનું ઉત્કૃષ્ટતમ અંગ છે.. આત્માને પોતાનું ચરમલક્ષ્ય પ્રાપ્ત કરાવનાર આ તપ છે. જેના સાન્નિધ્યમાં અષ્ટ સિદ્ધિ અને નવ નિધાન પ્રાપ્ત થાય છે. બાહ્ય અને અબૂતર ભેદો દ્વારા આ તપ પ્રકરણને લેખકે ખૂબ વિકસાવ્યું છે. અને એના વિકાસ પરથી જ જૈન શાસનમાન્ય અને જૈનેતરશાસન માન્ય તપમાં સ્પષ્ટ તારવતા દેખાઈ આવે છે સાતમું પ્રકરણ ભાવ' નામનું છે. મોક્ષરૂપી મહેલમ પ્રવેશ કરવા માટે દાન, શિયળ, તપ અને ભાવ નામે ચાર દરવાજા છે, તેમાં પણ ભાવની મુખ્યતા છે. કારણ કે ભાવ શબ્દ પુલિંગ છે. જ્યારે દાન, શિયળ અને ત૫ શબ્દો નપુંસકલિંગે છે જે ટાલામાં પુરૂષ (પુલિંગ) નથી તે ટોલું તમને કાશી કેવી રીતે પહોંચાડશે ? માટેજ ભાવયુકત થોડું પણ દાન. શિયળ અને તપ ફળદાયી છે. આઠમું પ્રકરણ “પંચાચાર” નું છે. ગુજરાતી ભાષામાં જેને અથાણું કહેવાય છે તેને જે રાષ્ટ્રિયભાષામાં “આચારે કહે છે, બગડેલી રસોઈ, શાક વિગેરેને જેમ કેરી, લીંબુને આચાર (અથાણું) સ્વાદિષ્ટ બનાવે છે તેવી જ રીતે અધઃપતનના માર્ગો તેમજ કામ, ધ અને લેભના માર્ગે ગયેલ જીવમાત્રને મોક્ષ માર્ગે લાવવા માટે પંચાચારની ખાસ જરૂર છે. નવમું પ્રકરણ સપ્ત વ્યસન ત્યાગ'નામનું છે. વ્યસનને સંસ્કૃતમાં દુઃખ કહે છે, જેનાથી કુલમર્યાદા અને સંસ્કૃતિ મર્યાદાને કલંક લાગે અને છતી શક્તિએ તેમજ છલે સાધને આત્મા આ ભવ, પરPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 196