Book Title: Hem Sangoshthi
Author(s): Shilchandrasuri
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

Previous | Next

Page 11
________________ પં. દલસુખભાઈ માલવણિયા તથા ડો. હરિવલ્લભ ભાયાણીને અમદાવાદ-પાંજરાપોળના શેઠ હઠીસિંહ કેસરીસિંહ ટ્રસ્ટ ઉપાશ્રયમાં તા. ૧૭-૧૦-૯૩ના દિને અર્પણ થયેલા “શ્રી હેમચંદ્રાચાર્ય-ચન્દ્રક” પ્રસંગે યોજાયેલા સમારોહમાં પં. શીલચન્દ્રવિજય ગણીનું વક્તવ્ય. भूमिं कामगवि ! स्वगोमयरसैरासिंच, रत्नाकरा ! मुक्तास्वस्तिकमातनुध्वमुडुप ! त्वं पूर्णकुंभीभव । धृत्वा कल्पतरोदलानि सरलैदिग्वारणास्तोरणा न्याधत्त स्वकरैर्विजित्य जगतीं नन्वेति सिद्धाधिपः ॥ ગુર્જરરાષ્ટ્રનો રાજા સિદ્ધરાજ જયસિંહ, માળવા ઉપર વિજય વરીને વિજયમાળ પ્રાપ્ત કરીને પાટણનો નગર-પ્રવેશ કરી રહ્યો છે. નગર-પ્રવેશ દરમ્યાન હાથીના હોદ્દે બેઠેલા, અસંખ્ય નગરજનો દ્વારા જેનાં વધામણાં અને ઓવારણાં લેવાય છે એવા, રાજાના મનની અંદર ઘટમાળ ચાલે છે. બહાર ભવ્ય આડંબર રચાયો છે, બહાર અનુપમ સ્વાગત થઈ રહ્યું છે, પણ રાજા અંદરથી બેચેન છે. રાજાના મનની અંદર જરાક હતાશા અથવા ઉદ્વેગની લાગણીનો અનુભવ થઈ રહ્યો છે. એના અંતરમાં ગમ છે કે તાકાતથી હું ભલે જીત્યો છું, પણ સંસ્કારિતાથી હું આ રાષ્ટ્રને જીતી શક્યો નથી. સાહિત્યથી હું રાજા ભોજના માળવાને જીતી શક્યો નથી. તાકાત તો પશુઓમાં પણ હોય, પણ ત્યાં જે વિદ્યા, કળા, સાહિત્ય અને સંસ્કારિતા છે, તે મારા ગુજરાતમાં ક્યાં? એના મનની અંદર આ વિચાર રમે છે. એક શ્લોક એણે સાંભળ્યો છે, એ શ્લોક એને બેચેન બનાવે છે : “મણ્ય શ્રીમોગરાન, દયમેવ સુહુર્ત' આ રાજા ભોજ-ધારાનગરીનો ભોજ - માલવદેશનો રાજા ભોજ, એની બે જ વસ્તુ અતિશય દુર્લભ છે : “તૂપ સુંવáë, તામ્ર શાસનપત્રવૈ' || એણે એટલા બધા શત્રુઓને જીત્યા અને જીતીને એ શત્રુઓને બેડીઓ - લોખંડની પહેરાવી કે એના રાજ્યમાં લોખંડ મળતું બંધ થઈ ગયું, લોખંડની તંગી છે અને એ માણસે – એ રાજાએ વિદ્યાવંતોને, કળાવંતોને, પંડિતોને એટલા બધાં (૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 130