Book Title: Gyansaranu Tattvadarshan
Author(s): Yashovijay Upadhyay, Malti K Shah
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
છેલ્લાં તીર્થકર શ્રી મહાવીરસ્વામીના મુખ્ય શિષ્યો ‘ગણધર' તરીકે ઓળખાય છે. શ્રી મહાવીરસ્વામીએ જે ઉપદેશ આપ્યો તેને લોકો સુધી પહોંચાડવાનું કાર્ય આ ગણધરોએ સારી રીતે કર્યું. તેમના આ પ્રયત્નને લીધે જૈન દર્શનના સિદ્ધાંતો પહેલાં કંઠપરંપરાથી “શ્રત' રૂપે અને પછીની શિષ્ય પરંપરામાં લિખિત
સ્વરૂપમાં સચવાઈ શક્યા છે, જે “આગમો' તરીકે પણ ઓળખાય છે. શ્રી મહાવીરસ્વામીની પહેલાં પણ જૈન દર્શનના સિદ્ધાંતો ગુરુ શિષ્યને શિખવાડે તે રીતે કંઠપરંપરાથી ચાલ્યા આવતા હતા, પણ ગણધરો અને તે પછી તેમના શિષ્યોની પરંપરા દ્વારા આ સિદ્ધાંતો વધારે વ્યવસ્થિત સ્વરૂપમાં સચવાયા.
જૈન ધર્મના અનુયાયીઓ “આગમ ગ્રંથોને મૂળ શાસ્ત્રગ્રંથો તરીકે તો સ્વીકારે છે; પણ “આગમોની સંખ્યા કેટલી તે વિષે જૈન ધર્મની વિવિધ શાખાઓમાં કેટલોક મતભેદ છે. શ્રી મહાવીરસ્વામીના અનુયાયીઓમાં કાળક્રમે મતભેદ પેદા થયા અને તેઓ શ્વેતાંબર અને દિગંબર એમ બે શાખાઓમાં વહેંચાયા. શ્વેતાંબરો પણ પાછા સમય જતાં મૂર્તિપૂજક અને સ્થાનકવાસી એમ બે શાખાઓમાં વહેંચાયા. આ બધામાં શ્વેતાંબર મૂર્તિપૂજકો પિસ્તાલીસ આગમોને પ્રમાણ તરીકે સ્વીકારે છે, શ્વેતાંબર સ્થાનકવાસીઓ બત્રીસ આગમોનો જ મૂળ શાસ્ત્રગ્રંથો તરીકે સ્વીકાર કરે છે અને દિગંબરો અગિયાર અંગગ્રંથોનો મૂળ આગમો તરીકે સ્વીકાર કરીને આ મૂળ ગ્રંથો લુપ્ત થઈ ગયા છે તેમ માને છે.
શ્વેતાંબર મૂર્તિપૂજક શાખામાં જે પિસ્તાલીસ આગમગ્રંથોનો શાસ્ત્રગ્રંથો તરીકે સ્વીકાર થયેલો છે તેમાં ૧૧ અંગગ્રંથો, ૧૨ ઉપાંગગ્રંથો, ૧૦ પ્રકીર્ણકગ્રંથો, ક છેદસૂત્રો, ૪ મૂળસૂત્રો અને ૨ ચૂલિકાસૂત્રોનો સમાવેશ થાય છે. જૈન દર્શનના તાત્ત્વિક વિકાસને સમજવા માટે ઉત્તરાધ્યયનસૂત્ર, સૂત્રકૃતાંગસૂત્ર, ભગવતીસૂત્ર, પ્રજ્ઞાપનાસૂત્ર, રાજપ્રશ્નીયસૂત્ર જેવા આગમગ્રંથોને અગત્યના ગણી શકાય તેમ છે. આ પિસ્તાલીસ આગમોમાં જે ૧૧ અંગગ્રંથો છે તેની રચના શ્રી મહાવીરસ્વામીના ઉપદેશને આધારે ગણધરોએ કરેલી મનાય છે, અને બારમા અંગ એવા દૃષ્ટિવાદને લુપ્ત થયેલું માનવામાં આવે છે.
અત્યારે આપણને જે આગમો મળે છે તેમાં પાછળથી સમયે સમયે કેટલાક ઉમેરા પણ થયેલા જોવા મળે છે, તેથી તેમાં મૂળ લખાણ કર્યું અને પાછળથી થયેલા ઉમેરા કયા તે નક્કી કરવું અઘરું છે. આગમોનો રચનાકાળ ઈ.સ. પહેલાંની પાંચમી સદીથી શરૂ કરીને ઈ.સ.ની છઠ્ઠી-સાતમી સદી સુધીનો ગણવામાં આવે છે; આ સમયને “આગમયુગ' તરીકે ઓળખવામાં આવે છે.*
જ્ઞાનસારનું તત્ત્વદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org