Book Title: Gyansaranu Tattvadarshan
Author(s): Yashovijay Upadhyay, Malti K Shah
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
જીવ કર્મને પરવશ છે' તેમ જાણીને સર્વ જીવો પ્રત્યે સમભાવ ધરાવે છે. ( ૧૪) મધ્યસ્થ વ્યક્તિમાં રાગ અને દ્વેષનો અભાવ હોવાથી તેને નવાં કર્મબંધનો પણ ખૂબ ઓછાં લાગે છે. કર્મ અને જીવ જુદાં
આપણા રોજ-બ-રોજના જીવનમાં કર્મપુદગલ અને જીવ એકબીજામાં ભળીને તદ્દન એકરૂપ ભાસે છે, તેથી તેને આપણે જુદાં પાડી શકતા નથી. જેવી રીતે દૂધ અને પાણી એકમેકમાં ભળી જાય તેવી રીતે કર્મ અને જીવ ભળી જાય છે. પરંતુ જેમ રાજહંસ દૂધ અને પાણીને જુદા પાડી શકવા સમર્થ છે તેમ વિવેકવાન વ્યક્તિ કે મુનિરૂપ હંસ કર્મ અને જીવને તેનાં લક્ષણોને આધારે જુદાં પાડી શકવા સમર્થ છે. (૧૫/૧)
અવિવેકને કારણે કર્મદ્રવ્યનું આરોપણ જીવાત્મામાં કેવી રીતે થાય છે ? રણભૂમિમાં યુદ્ધ યોદ્ધાઓ કે સેવકો કરે છે, પણ યુદ્ધમાં જ્યારે જય મળે કે પરાજય મળે ત્યારે તે સેવકોનો જય કે પરાજય ઉપચારથી સ્વામીનો કે રાજાનો જય કે પરાજય ગણાય છે. તે જ રીતે અવિવેકથી કરેલાં આચરણોથી પ્રાપ્ત થયેલાં કર્મપુદ્ગલનાં જે પુણ્યરૂપ કે અપુણ્યરૂપ ફળ આપણને મળે છે તેનો ઉપચાર (આરોપ) શુદ્ધ આત્મામાં આપણે કરીએ છીએ. (૧૫૪) ખરી રીતે જોતાં, શુદ્ધ આત્મા કર્મપુદ્ગલના પુણ્યાપુણ્યફળથી અલિપ્ત છે. આપણે ઉપચાર કે લૌકિક પરંપરાથી આત્મા પર જે આરોપણ કરીએ છીએ તે યોગ્ય નથી. કર્મબંધન ક્યારે ન લાગે?
એવી કોઈ પરિસ્થિતિ છે જ્યારે જીવાત્માને કર્મબંધન ન લાગે ? અથવા એવા કોઈ નિયમો છે કે જેનું પાલન કરવાથી કર્મબંધનથી બચી શકાય ? હા, સમભાવ ધરાવનાર કેટલાક આત્માઓને એ સમજ સ્પષ્ટ હોય છે કે હું (અર્થાત્ આત્મા) પૌદ્ગલિક ભાવોનો કરનાર પણ નથી, કરાવનાર પણ નથી, તેનું અનુમોદન કરનાર પણ નથી. (૧૧/૨) આવી સમજ સાથે કર્તાભાવથી નહીં, પણ સાક્ષીભાવથી જે જીવે છે તે આત્મા કે જ્ઞાની વ્યક્તિ કર્મથી લેવાતી નથી, તેને કર્મબંધન લાગવાની શક્યતા ઓછી રહે છે.
આ સંસારમાં રહેતી કેટલીક જ્ઞાનસિદ્ધ વ્યક્તિઓ પણ કર્મથી લેવાતી નથી, તે કેવી રીતે ? સંસાર કાજળના બનેલા ઘર જેવો છે. તમે ગમે તેટલું ધ્યાન રાખો તો પણ ક્યાંથી કાળો ડાઘો પડી જાય તે ખબર જ ન પડે. સંસારમાં
કર્મવિચાર
87
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org